જન્મ સિધ્ધ નાગરિકતાનો અધિકાર રદ કરતા ટ્રમ્પના આદેશ પર અસ્થાયી રોક
અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને રદ કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને એક સંઘીય અદાલતે સંપૂર્ણપણે બંધારણીય ગણાવી 14 દિવસ સુધી અસ્થાયી રૂપથી તેના અમલ ઉપર રોગ લગાવી હતી. અમેરિકામાં અત્યાર સુધી અમેરિકાની ભૂમિ પર જન્મેલા બાળકોને આપોઆપ નાગરિકતા પ્રાપ્ત થતી હતી. ટ્રમ્પે એ જોગવાઈ રદ કરતો આદેશ કર્યા બાદ ડેમોક્રેટ્સના નેતૃત્વ વાળા 22 રાજ્યોના એટર્ની જનરલ અને અન્ય નાગરિક અધિકાર સંગઠનોએ એ આદેશને પડકારતી કુલ છ અરજીઓ કરી છે તેમાંથી પ્રથમ અરજી પર સીએટલના ડિસ્ટ્રિક્ટ જજે આ ચુકાદો આપ્યો હતો.આ આદેશને પગલે લાખો પ્રવાસી નાગરિકોએ કંઈક અંશે રાહતની લાગણી અનુભવી છે. ટ્રમ્પે જો કે આ દેશને પડકારવાનો નિર્ધાર જાહેર કર્યો હતો.
ડેમોક્રેટ્સના નેતૃત્વવાળા વોશિંગ્ટન,એરિઝોના, ઇલીનોઇસ, અને ઓરેગન રાજ્ય તરફથી કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતા સિએટલના
ડિસ્ટ્રિક્ટ જજ કોગહેનરે કહ્યું કે હું ચાર દાયકા થી વધુ સમયથી બેંચ પર છું. પણ આટલો સંપૂર્ણપણે ગેરબંધારણીય આદેશ આ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો હોય તેવું મને યાદ નથી.નોંધનીય છે કે 84 વર્ષના કોપનહેગર છેક 1981 થી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના જ ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને તેમને નિમણૂક આપી હતી.
જજે ટ્રમ્પના આદેશને બંધારણીય ગણાવતા એટર્ની શુમેટની પણ ઝાટકણી કાઢી હતી અને શું, શુમેટ પોતે પણ અંગત રીતે આ આદેશને બંધારણીય માને છે? તેવો ધારદાર સવાલ કર્યો હતો. તેમણે ઉમેર્યું,”
મને એ સમજવામાં તકલીફ થઈ રહી છે કે બારનો સભ્ય કેવી રીતે સ્પષ્ટપણે કહી શકે કે આ આદેશ બંધારણીય છે,” ન્યાયાધીશે ટ્રમ્પના આદેશનો બચાવ કરતા યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલને કહ્યું. “તે માત્ર મારા મગજને અસ્વસ્થ કરે છે”.
ટ્રમ્પના આદેશ હેઠળ, 19 ફેબ્રુઆરી પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા કોઈપણ બાળકો કે જેમના માતા અને પિતા અમેરિકન નાગરિક નથી અથવા કાયદેસર કાયમી નિવાસી નથી તેઓ દેશનિકાલને પાત્ર થશે અને તેમને સામાજિક સુરક્ષા નંબર, વિવિધ સરકારી લાભો મેળવવાથી અટકાવવામાં આવશે. તેમના આ આદેશને કારણે દર વર્ષે 1.50 લાખ નવા જન્મતા બાળકો અમેરિકન નાગરિકત્વથી વંચિત રહી જશે. આ મુદ્દે હવે કાનૂની જંગ શરૂ થયો છે.સિએટલ ના ન્યાયાધીશે હાલમાં 14 દિવસની રોક લગાવી છે અને હવે આગળ ઉપર તેની વિશેષ સુનાવણી થશે.