લે બોલો! પહેલી ઇન્ટરનેશનલ T-20માં ટીમ સિંગલ ડિજિટમાં ઓલઆઉટ : 7 રનમાં ટીમ પેવેલિયન ભેગી થઈ
ઇન્ટરનેશનલ મેચમાં ઘણા એવા રેકોર્ડ હોય છે જે ક્યારેય ભુલાતા નથી.તેમ હાઈએસ્ટ સ્કોરનો પણ સમાવેશ થાય છે અને લોએસ્ટ સ્કોરનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે આપણે એવા મેચ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં 7 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વાંચીને કોઈ પણ આશ્ચર્યમાં મુકાય જાય પરંતુ આ સત્યઘટના છે મહત્વની વાત તો એ છે કે આ એક ઇન્ટરનેશનલ મેચ હતો જેમાં આ શર્મનાક રેકોર્ડ નોંધાયો હતો.
ટીમ 7 રનમાં ઓલઆઉટ…તે પણ ઇન્ટરનેશનલ મેચમાં !!
આઇવરી કોસ્ટે નાઇજીરીયા સામે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. રનના મામલે પણ રેકોર્ડ જીત નોંધાઈ હતી. આ T20 ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર પણ છે. નાઈજીરિયાએ આ મેચ 264 રને જીતી લીધી હતી. આ મેચ લાગોસના તફાવા બલેવા સ્ક્વેર ક્રિકેટ ઓવલ ખાતે યોજાઈ હતી.
લાગોસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ પેટા-પ્રાદેશિક આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ C મેચમાં નાઇજીરિયા સામે આઇવરી કોસ્ટ માત્ર 7 રનમાં આઉટ થઈ ગઈ હતી અને 264 રનથી હારી ગયું હતું. અહીં નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચના 5 સૌથી ઓછા સ્કોરમાંથી 4 વર્ષ 2024માં બન્યા છે.
સિંગલ ડિજિટ ટીમ સ્કોરનું પ્રથમ ઉદાહરણ
પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સિંગલ ડિજિટ ટીમના સ્કોરનું આ પ્રથમ ઉદાહરણ છે. આ ફોર્મેટમાં અગાઉનો ન્યૂનતમ સ્કોર 10 રન હતો. આ સ્કોર પર ટીમ બે વખત પડી છે. એક, આ વર્ષે સપ્ટેમ્બરમાં મંગોલિયાની ટીમ સિંગાપોર સામે 10 રન સુધી સીમિત રહી હતી, જ્યારે ગયા વર્ષે આઈલ ઓફ મેનની ટીમ સ્પેન સામે આ જ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
પુરુષોની T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી જીતની વાત કરીએ તો, નાઈજીરિયાની 264 રને જીત ગત મહિને ત્રીજી સૌથી મોટી જીત છે, ઝિમ્બાબ્વેએ ગેમ્બિયાને 290 રને હરાવ્યું હતું, જ્યારે નેપાળે મંગોલિયાને સપ્ટેમ્બર 2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 273 રનથી હરાવ્યું હતું. .
T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર
1. આઇવરી કોસ્ટ- 7 રન, વિ નાઇજીરીયા (નવેમ્બર, 2024)
2. મંગોલિયા- 10 રન, વિ સિંગાપોર (સપ્ટેમ્બર, 2024)
3 આઈલ ઓ મેન – 10 રન, વિ સ્પેન (ફેબ્રુઆરી, 2023)
4. મંગોલિયા- 12 રન, વિ જાપાન (મે, 2024)
5. મોંગોલિયા- 17 રન, વિ હોંગકોંગ (ઓગસ્ટ, 2024)
6.માલી- 18 રન, વિ તાન્ઝાનિયા (સપ્ટેમ્બર, 2024)
T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટી જીત (રન દ્વારા)
1. ઝિમ્બાબ્વે – 290 રનથી, વિ ગેમ્બિયા (ઓક્ટોબર, 2024)
2. નેપાળ- 273 રનથી, વિ મોંગોલિયા (સપ્ટેમ્બર, 2023)
3. નાઇજીરીયા – 264 રનથી, વિ આઇવરી કોસ્ટ (નવેમ્બર, 2024)
