બંગાળમાં ભાજપને ચા વાળા મોટી જીતનો ટેસ્ટ આપી શકે
પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપને વધુ ફાયદાનો ચાન્સ :
ચાના બગીચાઓના 4 લાખથી વધુ કામદારો છે : બધાને ભાજપથી આશા છે ભાજપે 2019 માં 7 અને કૂલ 18 બેઠકો જીતી હતી: આ વખતે આંકડો વધી શકે છે તેવો મતદારોનો મિજાજ: ઉત્તર બંગાળ ભાજપનો ગઢ બન્યો છે : સંદેશખલી પ્રકરણ મમતાને નડશે
પશ્ચિમ બંગાળમાં ચુંટણી આ વખતે ભારે રસપ્રદ રહી છે. અહીં ભાજપ અને કોંગ્રેસ તથા મમતા દીદી વચ્ચે જંગ જામ્યો છે. સંદેશખલી પ્રકરણથી મમતા મુશ્કેલીમાં છે. જો કે અહીં હજારો લોકોને રોજી આપતા ચાના બગીચા ઘણા વેરાન થયા છે અને લોકો આર્થિક મુશ્કેલીમાં છે. દાર્જિલિંગની પહાડીઓ સુધીના સેંકડો ચાના બગીચાઓ હાલમાં ઓછા વરસાદના સંકટનો સામનો કરી રહ્યા છે. લાખો કામદારોને ભાજપથી આશા છે.
માર્ચના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો છે. ટી રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચીફ એડવાઈઝરી ઓફિસર સેમ વર્ગીસએ કહ્યું, ‘અમને આશા છે કે એપ્રિલ બાદ સ્થિતિ સુધરી જશે. જો કે શાસકોની મદદની અહીં જરૂર છે.
ચૂંટણી અને ચાનો સમય
પશ્ચિમ બંગાળમાં, જલપાઈગુડી, અલીપુરદ્વાર, કૂચ બિહારના ચાના પટ્ટામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. અને દાર્જિલિંગમાં 26 એપ્રિલે મતદાન થશે અને લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કામાં ઉદ્યોગમાં મંદીને કારણે વ્યાપક દબાણ છે. જો કે આ વખતે ભાજપને વધુ બેઠકો જીતવાનો ચાંસ છે. વડાપ્રધાનની રેલીઓ થઈ રહી છે તેની સારી અસર દેખાઈ છે.
ઉત્તર બંગાળ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. વર્ષ 2019 માં, ભાજપે પશ્ચિમ બંગાળમાં 42 સંસદીય બેઠકોમાંથી 18 પર જીત મેળવી હતી અને તેમાંથી 7 બેઠકો ઉત્તર બંગાળમાં છે.
પશ્ચિમ બંગાળ, બાગાન, જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લાનો એક નાનો ભાગ ડુઅર્સ પ્રદેશમાં, ત્રણેય બેઠકો ભાજપની છે. સિલીગુડીના શહેરી વિસ્તારોથી લઈને દાર્જિલિંગ અને જલપાઈગુડીના જિલ્લાઓ સુધી, ભગવો ધ્વજ પ્રભુત્વ ધરાવે છે, પછી તે પાર્ટીનો ધ્વજ હોય કે જય શ્રી રામનો ધ્વજ. અહીં રામનવમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ચાના બગીચાના કામદારો કમાલ કરશે
ઉત્તર બંગાળ આસામ પછીનો બીજો સૌથી મોટો ચા ઉત્પાદક પ્રદેશ છે અને દેશના ઉત્પાદનમાં એક તૃતીયાંશ યોગદાન આપે છે. લગભગ 450,000 ચાના બગીચાના કામદારો છે, જેમાંથી કેટલાક નાના ચાના બગીચાઓ અને ઉત્પાદકો સાથે સંકળાયેલા છે, અને આ પણ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.
અનેક વિસ્તારોમાં ભાજપનું જોર
રાજકીય વિશ્લેષક સવ્યસાચી બાસુ રે ચૌધરી કહે છે કે ભાજપે 2019માં ઉત્તર બંગાળમાં જંગી જીત નોંધાવી હતી. તેઓ કહે છે, ‘તૃણમૂલ કોંગ્રેસે 2021ની વિધાનસભા ચૂંટણીમાં જલપાઈગુડીમાં પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સામાન્ય ચૂંટણી છે અને અલીપુરદ્વાર, જલપાઈગુડી અને દાર્જિલિંગમાં ચાના બગીચાના કામદારો એક મહત્વપૂર્ણ પરિબળ છે અને કેન્દ્રીય મુદ્દાઓ પર મતદાન કરી શકે છે.
વડાપ્રધાની લોકપ્રિયતા વધી
બીજેપી અહીં મજબૂત રહેવાનો પ્રયાસ કરી રહી છે અને માર્ચની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર બંગાળમાં એક જનસભાને સંબોધી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પણ ભગવા ગઢમાં ખાડો પાડવા માટે સતત પ્રચાર કરી રહી છે. તેમની સરકાર જમીન અધિકારના નામે કામદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. અહીં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વધી છે.
ક્લાઈમેટ ચેન્જના કારણે દાર્જિલિંગ પર ખરાબ અસર થઈ છે. વર્ષ 2022-23માં ઉત્પાદન 68 લાખ કિલોગ્રામ હતું. 2009 થી તે એક કરોડ કિલોગ્રામથી નીચે રહ્યું છે. બીજેપી સાંસદ રાજુ બિસ્તાને બીજી ટર્મ મળવાની આશા છે પરંતુ તેમને અલગ ગોરખાલેન્ડ રાજ્યની લાંબા સમયથી ચાલી રહેલી માંગનો સામનો કરવો પડશે.