ટાટાએ નરસિંહ રાવને લખ્યું હતું, “દરેક ભારતીય તમારો ઋણી રહેશે”
રતન ટાટાએ 1996 માં ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ ને સ્વહસ્તાક્ષરમાં લખેલો એક પત્ર આરપીજી ગ્રુપના ચરમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.એ પત્રમાં રતન ટાટાએ, ભારત માટે ખૂબ જરૂરી એવા આર્થિક સુધાણા કરવા બદલ નરસિંહ રાવને બિરદાવતા લખ્યું હતું કે દરેક ભારતીય તમારો ઋણી રહેશે.
નરસિંહ રાવ ઉપર તે સમયે રાજકીય કારણોસર વિપક્ષો આકરા પ્રહારો કરી રહ્યા હતા.ત્યારે ટાટાએ એ પત્રમાં લખ્યું હતું,” મે તમારા વિશેના અયોગ્ય સંદર્ભોનો સિલસિલો વાંચ્યો ત્યારે હું તમને એ કહેવા માટે મજબૂર થયો છું કે અન્યોની યાદો ભલે ટૂંકી હોય, હું ભારતમાં ખૂબ જ જરૂરી આર્થિક સુધારાની શરૂઆત કરવાની તમારી ઉત્કૃષ્ટ સિદ્ધિને હંમેશા યાદ રાખીશ અને માન આપીશ.તમે અને તમારી સરકારે વિશ્વના આર્થિક નકશામાં અને વિશ્વ સમુદાયમાં ભારતને સ્થાન અપાવ્યું છે.ભારતીય અર્થતંત્રના દ્વાર ખોલવાના તમારા સાહસિક અને દૂરંદેશીભર્યા પગલાં બદલ દરેક ભારતીયે તમારો આભાર માનવો જોઈએ.હું અંગત રીતે માનું છું કે તમારી સિદ્ધિઓ મહત્વપૂર્ણ અને ઉત્કૃષ્ટ છે અને તેને ક્યારેય ભૂલવી જોઈએ નહીં.”
અંતમાં તેમણે લખ્યું હતું,” મેં તમને એ કહેવા માટે આ પત્ર લખ્યો છે કે આ સમયે મારી શુભેચ્છાઓ તમારી સાથે છે અને તમારી પાસે કેમ સે કમ એક માણસ છે જે તમે ભારત માટે જે કર્યું છે તે ભૂલ્યો નથી અને કદી ભૂલશે નહીં ” હર્ષ ગોએન્કાએ એ પત્ર સાથે લખ્યું છે,” એક સુંદર વ્યક્તિએ સુંદર અક્ષરોમાં લખેલો સુંદર પત્ર..”