ટાટા ગ્રુપને મળ્યા નવા ચેરમેન : રતન ટાટાના સાવકા ભાઈ નોવેલ ટાટા બન્યા ટ્રસ્ટના નવા ચેરમેન
રતન ટાટાના દેહાંત બાદ ટાટા ટ્રસ્ટના ચેરમેન પદે તેમના સાવકા ભાઈ અને સૌથી મોટા સ્ટેકહોલ્ડર નોએલ ટાટાને બિરાજમાન કર્યા છે. શુક્રવારે મુંબઈ ખાતે મળેલી બેઠકમાં સૌની સહમતિથી આ નિર્ણય પર મહોર લગાવવામાં આવી છે.
રતન ટાટાના દેહાંત બાદ tata ટ્રસ્ટની કમાન કોણ સંભાળશે તેના સૌથી પ્રબળ દાવેદાર પહેલેથી જ નોએલ ટાટા હતા. તેઓ પહેલેથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નેવલ અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટાટા હાલ વોલ્ટાસ ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા ઇન્ટરનેશનલ ના ચેરમેન છે. તે ઉપરાંત તેઓ ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડના સભ્ય પણ છે.
૬૭ વર્ષીય નોએલ ટાટા આઇરિશ નાગરિક છે. તેઓના ટાટા ગ્રુપના સૌથી મોટા શેર ધારક પાલોનજી મિસ્ત્રીની પુત્રી આલુ મિસ્ત્રી સાથે લગ્ન થયા છે. હાલ તેમને કુલ ત્રણ બાળકો છે અને તેઓ પણ ટાટાની અને ચેરીટેબલ સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. ટાટા ગ્રુપની ચેરીટેબલ સંસ્થાઓનું એક ગ્રુપ છે. જે ૧૩ લાખ કરોડ રૂપિયાની આવક સાથે ટાટા ગ્રુપમાં ૬૬ ટકા ભાગ ધરાવે છે. આ અંતર્ગત સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો ૫૨ ટકા હિસ્સો ધરાવે છે. હવે તેની કમાન નોએલ ટાટાના હાથમાં સોંપવામાં આવી છે.