આશ્ચર્યજનક ઘટના !! અંતિમ સંસ્કારની થોડી જ ક્ષણો પહેલા ચિતા પર યુવક થયો જીવતો, હોસ્પિટલે કર્યો હતો મૃત જાહેર
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક વ્યક્તિના મૃત્યુ પછી, તેને અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો અને અચાનક તેના હૃદયના ધબકારા પાછા ફર્યા અને શરીર હલનચલન કરવા લાગ્યું. સ્થળ પર હાજર લોકો આ દ્રશ્ય જોઈને ડરી ગયા અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ મામલે બેદરકારી દાખવનાર ત્રણ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રોહિતાશ નામનો વિકલાંગ અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ ઝુંઝુનુના બગગાડમાં મા સેવા સંસ્થાનમાં રહેતો હતો. ગુરુવારે સવારે બેભાન અવસ્થામાં તેને સારવાર માટે સરકારી બીડીકે હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે રોહિતેશને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને બીડીકે હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો.

બે કલાક સુધી ડીપ ફ્રિઝરમાં રાખવામાં આવ્યો મૃતદેહ
47 વર્ષનો રોહિતાશ નામનો વ્યક્તિ બગડ સ્થિત મા સેવા સંસ્થામાં રહેતો હતો. જે દિવ્યાંગ અને મેન્ટલી રિટાયર લોકોનું એક ઘર છે. વહેલી સવારે રોહિતાશની તબિયત અચાનક બગડી અને તે બેહોશ થઈ ગયો. લોકો તેને બીડીકે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. બીડીકે હોસ્પિટલમાં ડોક્ટરે બપોરે લગભગ એક વાગ્યે રોહિતાશને મૃત જાહેર કર્યો. અને તેને બે કલાક સુધી ડીપ ફ્રિઝરમાં રાખવામાં આવ્યો.
યુવક અચાનક શ્વાસ લેવા લાગ્યો
પોલીસને બોલાવીને પંચનામું કરવામાં આવ્યું. બે કલાકમાં મૃતદેહને મા સેવા સંસ્થાનને સોંપી દેવામાં આવ્યો. જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક તે શ્વાસ લેવા લાગ્યો. જેને જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ. ફરીથી રોહિતાશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં આઈસીયુમાં તેની સારવાર શરૂ કરવામાં આવી.
ત્રણ તબીબોને સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ
જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. BDK હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખર અને ડૉ. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેરમાં હશે, ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય સજા તરીકે CMHO ઑફિસ બાડમેરમાં હશે, જ્યારે ડૉ. નવનીત મીલનું મુખ્યાલય CMHO ઑફિસ જાલોરમાં રહેશે. બીડીકે હોસ્પિટલના પીએમઓ સહિત ત્રણ ડોક્ટરો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.