આશ્ચર્ય! રાજકોટમાં એક વર્ષમાં 89300 લોકો પડ્યા બીમાર, 2025ના છેલ્લા સપ્તાહમાં સાવ ઘટી ગયાનો આરોગ્ય શાખાનો દાવો
2025ના વર્ષનું આ છેલ્લુ સપ્તાહ છે અને ગુરૂવારથી 2026નું વર્ષ શરૂ થઈ જવાનું છે ત્યારે પાછલા એક વર્ષમાં રાજકોટમાં 89300 લોકો બીમાર પડ્યા હોવાનું રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચોપડે નોંધાયું છે.
આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એક વર્ષમાં 40805 લોકોને શરદી-ઉધરસ, 38894 લોકોને તાવ અને 9230 લોકોને ઝાડા-ઉલટી થયા હતા. જ્યારે મેલેરિયાના કુલ 22, ડેંગ્યુના 84, ચિકનગુનિયાના 13, ટાઈફોઈડના 99, કમળો તાવના 152 દર્દી નોંધાયા હતા.
એકંદરે ચિકનગુનિયા અને મેલેરિયાનો રોગચાળો આખું વર્ષ કાબૂમાં રહ્યો હોવાનું આંકડા પરથી લાગી રહ્યું છે.એકંદરે વર્ષના પ્રથમ સપ્તાહમાં રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો હતો જેની સામે છેલ્લા સપ્તાહમાં સાવ ઘટી ગયો હોવાનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
