નવી અરજી સ્વીકારવા,આદેશ આપવા કે સર્વે કરવા પર સુપ્રીમની વચગાળાની રોક
મંદિર મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટને પડકારતી એક પણ અરજી આગામી સુનાવણી સુધી
સ્વીકારવા કે રજીસ્ટર કરવા પર રોક લગાવી દીધી હતી. એ કાનુન ને પડકારતી અરજીઓ અંગેની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મામલો કોર્ટ સમક્ષ ન્યાયાધીન હોવાથી નવા દાવાઓ ન નોંધવા તેમજ અત્યારે પેન્ડિંગ છે એ જ્ઞનવાપી,શાહી ઇદગાહ અને સંભલ મસ્જિદ સહિતના દાવાઓમાં પણ સર્વેનો આદેશ ન કરવા તેમજ કોઈપણ વચગાળાના આદેશો કે પછી અંતિમ આદેશો પસાર ન કરવા આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સજીવ ખન્ના, જસ્ટિસ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમારની વિશેષ ખંડપીઠે જોકે અત્યારે ચાલુ છે એ દાવાઓ પર સ્ટે અપવનો ઇનકાર કરી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે ચાર અઠવાડિયામાં કેન્દ્ર સરકારને હલફનામુ દાખલ કરવા અને કોઈપણ વ્યક્તિ જોઈ શકે એ રીતે વેબસાઈટ પર જાહેર કરવા આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારનું હલખનામું જાહેર થયા બાદ ચાર અઠવાડિયા સુધીમાં જવાબ રજૂ કરવા વિવિધ પક્ષકારોને પણ સર્વોચ્ચ અદાલતે સૂચના આપી હતી.
પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ અંતર્ગત 15 ઓગસ્ટ 1947 ના રોજ જે તે ધર્મસ્થાનને તે જ સ્થિતિમાં જાળવી રાખવાની જોગવાઈ છે. તે ધર્મસ્થાનોની ધાર્મિક ઓળખને આ કાનૂન હેઠળ પડકારી શકાતી નથી. આ આ કાનૂન ની એ જોગવાઈઓ સામે હિન્દુ સંગઠનો દ્વારા અદાલતમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો.એ દરમિયાન જ્ઞાન વાપી અને સંંભલ મસ્જિદ માં અદાલતો એ સર્વેનો આદેશ આપતા અદાલતો નું એ પગલું ગેર બંધારણીય હોવાની મુસ્લિમ પક્ષકારોએ અરજી કરી હતી.છેલ્લે અજમેર ની દરગાહનો સર્વે કરવાની માગણી રાજસ્થાનની એક અદાલતે સ્વીકાર્યા બાદ વિવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં દસ મસ્જિદ અને દરગાહ નો સર્વે કરવા અંગેની વિવિધ અદાલતોમાં દાદ માગવામાં આવી છે.આ અંગેની દેશની વિવિધ અદાલતોમાં વિવિધ પક્ષકારોની તમામ અરજીને એક માનીને સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી શરૂ કરવામાં આવી છે.તેના પ્રથમ દિવસે સર્વોચ્ચ અદાલતે આગામી સુનાવણી સુધી તમામ પ્રકારની કાર્યવાહી પર વચગાળાની રોક લગાવતો આદેશ આપ્યો હતો