કોલકત્તાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન, આવતીકાલે સુનાવણી
સુપ્રીમ કોર્ટે કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાનું સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ મંગળવાર, 20 ઓગસ્ટે કેસની સુનાવણી કરશે. સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની તપાસસીબીઆઈ પાસે છે. ન્યાય અપાવવા અને ઝડપી કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટ બધાનો જવાબ માંગશે.
મેડિકલ કોલેજની હત્યાની ઘટના બાદ દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન કોલકાતા પોલીસે આર.જી. હોસ્પિટલની આસપાસ કલમ 163 લાગુ કરી છે. કોલકાતા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “18 ઓગસ્ટથી આગામી 7 દિવસ માટે આર.જી. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 હેઠળ કલમ 163 હોસ્પિટલની આસપાસ લાગુ કરવામાં આવી છે. “આ સમયગાળા દરમિયાન ત્યાં કોઈ સભા, ધરણા કે રેલીને મંજૂરી આપવામાં આવશે નહીં.”