અંતરીક્ષમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ બની ગઈ સાંતા !! સ્પેસમાં કરી રહી છે ક્રિસમસની તૈયારી
નાસાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આ દિવસોમાં ચર્ચામાં છે. ઘણા દિવસોથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર રહેલી સુનીતાના સ્વાસ્થ્યને લઈને લોકો ખૂબ જ ચિંતિત હતા. પરંતુ હવે સુનિતા વિલિયમ્સ પૂરા ઉત્સાહમાં જોવા મળી રહી છે અને તે તેના મિત્રો સાથે ક્રિસમસની રાહ જોઈ રહી છે અને આ તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં, સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા સ્ટેશન પર આવશ્યક વસ્તુઓ અને વિશેષ ભેટો પહોંચાડવામાં આવી હતી.
નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુનિતા વિલિયમ્સની એક તસવીર શેર કરી હતી, જેમાં તે સાન્ટા કેપ પહેરેલી જોવા મળી હતી. NASA દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “બીજો દિવસ, અન્ય સ્લેજ: NASA અવકાશયાત્રી ડોન પેટિટ અને સુનિતા વિલિયમ્સ ISS ના કોલંબસ મોડ્યુલમાં હેમ રેડિયો પર વાત કરતી વખતે વેકેશનનો આનંદ માણી રહ્યાં છે.” નોંધનીય છે કે અવકાશમાં ક્રિસમસને ખાસ બનાવવા માટે, ટીમ પૃથ્વી પરથી મોકલવામાં આવેલા તાજા ખોરાકનો આનંદ માણશે અને રજાઓ ઉજવશે. તેમજ ક્રિસમસ પહેલા તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વીડિયો કોલ પર વાત કરશે.
સુનિતા વિલિયમ્સે સ્વાસ્થ્ય વિશે શું કહ્યું ?
Another day, another sleigh ⛄️❄️@NASA_Astronauts Don Pettit and Suni Williams pose for a fun holiday season portrait while speaking on a ham radio inside the @Space_Station's Columbus laboratory module. pic.twitter.com/C1PtjkUk7P
— NASA's Johnson Space Center (@NASA_Johnson) December 16, 2024
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા છ મહિનાથી ISS પર છે અને ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરવાના છે. તેમ છતાં તેમનું મિશન જૂનમાં માત્ર આઠ દિવસ જ ચાલવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેમનું પરત આવવામાં વિલંબ થયો હતો. ગયા મહિને સુનીતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પાસે પૂરતી ખાદ્ય સામગ્રી છે. “અમારી પાસે સ્મોક્ડ ટર્કી, ક્રેનબેરી, સફરજન મોચી, લીલા કઠોળ, મશરૂમ્સ અને છૂંદેલા બટાકા જેવી વસ્તુઓ છે,”
હાલમાં જ તેની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તેનો ચહેરો થોડો પાતળો દેખાઈ રહ્યો હતો. આ તસવીર જોયા બાદ લોકો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર તેની તબિયતને લઈને હોબાળો મચી ગયો હતો. દરમિયાન, અફવાઓ ફેલાવા લાગી કે મિશનના વિસ્તરણને કારણે, તેઓને ખોરાક અને પાણી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, સુનીતાએ આ તમામ બાબતોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં વજનના ટ્રાન્સફોમેશનના કારણે આ રીતે દેખાય છે. નોંધનીય છે કે પૃથ્વી પર ભલે તેના સ્વાસ્થ્યને લઈને ચર્ચાઓ થતી હોય, પરંતુ સુનીતા તેની ટીમ સાથે સ્પેસમાં સાન્ટા બનીને મસ્તી કરી રહી છે.