સુનિતા વિલિયમ્સે રચ્યો ઇતિહાસ :60 કલાક 21 મિનિટ ચાલવાનો રેકોર્ડ તોડ્યો
ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસનના રેકોર્ડને પાછળ રાખી દીધો : પૃથ્વી ઉપર પરત લાવવાના પ્રયાસો ઝડપી બન્યા
ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર 5.5 કલાક સુધી વોક કરીને ઈતિહાસ રચ્યો છે. આ મિશન દરમિયાન બંનેએ પોતાની મહત્વની જવાબદારીઓ સારી રીતે નિભાવી અને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. નાસાએ આ ઉપલબ્ધિની વિશે જાણકારી આપતા કહ્યું કે, આ સુનિતાનો નવમી સ્પેસવોક અને બુચની પાંચમી સ્પેસવોક છે. આમ, બંનેએ પોતાના સ્પેસ મિશનમાં સફળતાનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.

આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સે અત્યાર સુધીમાં કુલ 62 કલાક અને 6 મિનિટનો સ્પેસ વોક ટાઇમ પૂરો કર્યો છે. આ સાથે તે નાસાની યાદીમાં ચોથા સ્થાને આવી ગઇ છે. સુનિતા વિલિયમ્સ આ એક મોટી સિદ્ધિ છે કારણ કે તેમણે ઊંડા અવકાશમાં રહીને અત્યાર સુધીના તેના તમામ મિશનમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા છે. તે
આ સ્પેસ વોક દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બૂચે ઘણા મહત્વના કામ પૂરા કર્યા હતા. આ કાર્યોનો મુખ્ય ભાગ એ સ્પેસ સ્ટેશનના ટ્રસ માંથી રેડિયો ફ્રીક્વન્સી સમૂહ એન્ટેના એસેમ્બલીને દૂર કરવાનો હતો. આ સાથે જ તેમણે ડેસ્ટિની લેબોરેટરી અને ક્વેસ્ટ એરલોકમાંથી સપાટી પરના મટિરિયલના નમૂના પણ એકત્રિત કર્યા હતા. આ કામગીરી મારફતે બંનેએ અવકાશમાં માનવ જીવન માટે જરૂરી વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવામાં મદદ કરી. આ કામોનો હેતુ ઈન્ટેશનલ સ્પેસ સ્ટેશનના ઉપકરણોની કાર્યક્ષમતા જાળવવા અને સુધારવાનો હતો.
નાસાએ તાજેતરમાં જ અહેવાલ આપ્યો હતો કે તે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) માંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવા માટે સ્પેસએક્સ સાથે કામ કરી રહ્યું છે. આ બંને અવકાશયાત્રીઓ જૂન 2024 માં બોઇંગના સ્ટારલાઇનરમાં સવાર થઈને આઈએસએસ પહોંચ્યા હતા, અને તેમનું મિશન આઠ દિવસનું હતું. જો કે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેઓ અંતરિક્ષ માંથી પરત આવી શક્યા નથી. હવે, નાસા અને સ્પેસએક્સ આ બંનેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે એક નવી યોજના પર સાથે મળીને કામ કરી રહ્યા છે.