શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા સામે 60 કરોડના ગફલા કેસમાં મજબૂત પુરાવા: સંબંધિત કંપનીઓ મારફતે ફંડ ડાયવર્ટ કર્યાની શંકા
મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગએ 2015ના રૂ. 60 કરોડની છેતરપિંડી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા સામે નોંધપાત્ર પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. દીપક કોઠારીની **NBFC પાસેથી તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રા. લિ. ને આપવામાં આવેલી લોનની રકમ સંબંધિત કંપનીઓ મારફતે વટાવવામાં આવી હોવાનું એવો પ્રાથમિક તારણ **EOW દ્વારા મેળવાયેલ દસ્તાવેજો અને નિવેદનોમાંથી સામે આવ્યું છે.
તપાસ અધિકારીઓ મુજબ, લોનની રકમને આંતરરાષ્ટ્રીય પ્રવાસ, બ્રોડકાસ્ટિંગ, વેરહાઉસિંગ અને ઓફિસ ખર્ચ તરીકે બતાવી કંપનીના ખાતામાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ કપાસમાં જણાયું કે ખર્ચોમાંના કેટલાક હકીકતમાં થયા જ નહોતા, કારણ કે બેસ્ટ ડીલ ટીવી દ્વારા કામ પર રાખવામાં આવેલા કેટલાંક વેન્ડરોને કદી ચુકવણી કરવામાં જ આવી નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, કુરિયર સર્વિસ, મીડિયા સોલ્યુશન્સ અને અન્ય સેવા પૂરી પાડનારી કંપનીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓને બેસ્ટ ડીલ ટીવી પાસેથી કોઈ રકમ મળી નથી, જ્યારે કંપનીના રેકોર્ડમાં તેમની ચુકવણી દાખલ છે. આ તફાવતને કારણે **EOW હવે સમગ્ર ફંડ ફ્લોનું ટ્રેસિંગ કરવા માટે થર્ડ પાર્ટી દ્વારા ફોરેન્સિક ઑડિટ કરાવી રહી છે.
આ પણ વાંચો : વંદે માતરમનો અર્થ શું છે? એક ક્લિકમાં જાણો “રાષ્ટ્રગાન” અને “રાષ્ટ્રગીત” વચ્ચેનો તફાવત સરળ ભાષામાં
રાજ કુન્દ્રાની તાજેતરમાં લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં 60 કરોડમાંથી 20 કરોડ રકમ બ્રોડકાસ્ટિંગ ફી, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને પ્રમોશન માટે વાપરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.તેમણે બિપાશા બાસુ અને નેહા ધૂપિયા સહિતના સેલિબ્રિટીઓની તસ્વીરો પણ રજૂ કરી હતી.
આ પણ વાંચો : રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ : ટ્રેનની બારીમાં ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે ‘વંદે માતરમ્’
શિલ્પા શેટ્ટી, કંપનીમાં મોટા હિસ્સેદાર હોવા છતાં પણ, બેસ્ટ ડીલ ટીવીના એન્ડોર્સમેન્ટ માટે રૂ. 15 કરોડની સેલિબ્રિટી ફી લીધેલી બતાવવામાં આવી છે. આ ટ્રાન્ઝેક્શન કંપનીએ વ્યાપારી ખર્ચ તરીકે દાખલ કર્યું હતું. તપાસ દરમિયાન શેટ્ટીએ જણાવ્યું કે તેમને સીધી કંપની પાસેથી રકમ મળી નથી, પરંતુ એક એડ એજન્સી મારફતે તેઓને મોડેલ તરીકે ચૂકવણી કરવામાં આવી હતી.
અધિકારીઓએ ઉમેર્યું કે **NBFC ને ઇક્વિટી શેર આપતા પહેલા કંપનીએ કોઈ વેલ્યુએશન પ્રક્રિયા જ કરી નહોતી, જેના કારણે આ નિર્ણયની પારદર્શિતા પર પણ સવાલો ઊભા થયા છે.
