અમારા નામે યુદ્ધ બંધ કરો, યહૂદી સમુદાયે કર્યો અનુરોધ
યુએસમાં કેપિટલ હિલ ખાતે જંગી દેખાવ
કોંગ્રેસ હાઉસમાં એક બિલ્ડીંગ નો કબજો લેનાર 300 પ્રદર્શન કરીને ધરપકડ
ગાઝામાં એક હોસ્પિટલમાં થયેલા હુમલામાં 500 નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ બુધવારે અમેરિકામાં યહૂદી સમુદાય દ્વારા યુદ્ધ વિરામની માગણી સાથે જંગી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારિઓએ કેપિટલ હિલ ખાતે કોંગ્રેસ હાઉસ ઓફિસની બિલ્ડીંગ નો કબજો લઈ લેતા તંગદીલી ફેલાઈ હતી. પોલીસે 300 લોકોની ધરપકડ કરી હતી જેમાં ત્રણ સામે પોલીસ ઉપર હુમલો કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
યહૂદી સંગઠનો યોજીત આ કાર્યક્રમમાં પ્રદર્શનકારીઓ કાળા ટીશર્ટ તેમજ યહૂદી ઓળખ સમી કીપાહ ટોપી પહેરીને આવ્યા હતા. ‘ યહૂદીઓ યુદ્ધ વિરામ માંગે છે, યહૂદીઓના નામે યુદ્ધ નહીં અને ગાઝાને જીવવા દો’ એવા બેનહર અને સૂત્રોચાર સાથે મોટી સંખ્યામાં દેખાવકારો ઓફિસ બિલ્ડિંગમાં ઘુસી જતા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
પ્રદર્શનમાં સામેલ એક યુવતીએ કહ્યું કે ઈઝરાયેલને યુદ્ધ રોકવાનો આદેશ એકમાત્ર બાઈડન જ આપી શકે એમ છે અને તેમણે હજારો નિર્દોષ જિંદગી હું બચાવવા માટે એ વગ નો ઉપયોગ કરવો જોઈએ. ફિલાડેલફીયાથી આવેલા 71 વર્ષના યહૂદી ધર્મગુરુ લીંડા હોત્ઝમેને બાઇડનને આંખો ખોલવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે ગાઝામાં શું રહી થઈ રહ્યું છે તે જુઓ, ગાઝાના વિનાશને જુઓ અને મહેરબાની કરીને યુદ્ધ વિરામ કરાવો.
બ્રિટનના વડાપ્રધાન રીસી સુનક ઇઝરાયેલ પહોંચ્યા
બ્રિટિશ વડાપ્રધાન રીસી સુનક ગુરુવારે ઇઝરાયેલ ની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હમાસના હુમલામાં મારી આ ગયેલા નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને બ્રિટન ઇઝરાયેલની પડખે ઊભું હોવાની ખાતરી આપી હતી. તેમણે ગાઝાને વહેલી તકે સહાય પહોંચાડવા ના રસ્તા ખુલ્લા કરવા પણ અપીલ કરી હતી. સુનાકે કહ્યું કે ગાઝાની હોસ્પિટલમાં બનેલી કરુણ ઘટના આ વિસ્તારના અને સમગ્ર વિશ્વના નેતાઓ માટે આંખો ઉઘાડનારી બની રહેવી જોઈએ. આ ઘર્ષણ હવે વધુ ખતરનાક સ્તરે ન પહોંચે તે માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.