શેરબજારમાં કડાકો:સેન્સેક્સ 1400 પોઈન્ટ તુટયો,નિફ્ટી પણ 450 પોઈન્ટ ઘટ્યો; રોકાણકારોના 7.5 લાખ કરોડનું ધોવાણ
આજે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર (28 ફેબ્રુઆરી), સેન્સેક્સ 1400 પોઈન્ટ (1.86%)થી વધુ તૂટ્યો છે. તે 73,200ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 450 પોઈન્ટ (1.61%) ઘટીને 22,100ના સ્તરે આવી ગયો છે.
BSE સ્મોલ કેપમાં 1450 પોઈન્ટ (3.28%)નો ઘટાડો છે અને તે 42,666 પર કારોબાર કરી રહ્યો છે. મિડ કેપમાં પણ 1450 પોઈન્ટ (2.90%)નો ઘટાડો છે અને તે 38,301ના સ્તરે આવી ગયો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટી રહ્યા છે અને માત્ર ત્રણમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45માં ઘટાડો અને માત્ર 5માં તેજી છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.સૌથી મોટો ઘટાડો નિફ્ટી ITમાં 3.27%, ઑટોમાં 2.65%, મીડિયામાં 2.50%, સરકારી બેંકોમાં 2.05% અને મેટલમાં 1.82% છે. આ સિવાય ફાર્મા, બેંકિંગ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેવાઓમાં 1% સુધીનો ઘટાડો છે.
શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 385 લાખ કરોડ રહી હતી. 27 ફેબ્રુઆરીએ તે અંદાજે રૂ. 393 લાખ કરોડ હતો.