5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું’ને આજે બની ચેસ વર્લ્ડકપમાં ચેમ્પિયન : 19 વર્ષીય દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ
રમત-ગમત સેક્ટરમાં ભારતના યુવાઓ વધુ રસ દેખાડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ છે.ખાસ કરીને ચેસમાં સારું પ્રદર્શન રહ્યા છે ત્યારે આજે ભારતની યુવા ખેલાડીએ વિદેશમાં પોતાનું અને ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય દિવ્યા દેશમુખે 38 વર્ષીય કોનેરુ હમ્પીને ટાઇટલ મેચમાં હરાવીને FIDE મહિલા ચેસ વર્લ્ડ કપની પ્રથમ ભારતીય ચેમ્પિયન બની.આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે બે ભારતીયો ફાઇનલમાં આમને-સામને હતા. ફાઇનલની પહેલી બે મેચ ડ્રો રહી, જેના પછી ટાઇબ્રેકરનો સહારો લેવો પડ્યો. સોમવારે જ્યોર્જિયાના બાટુમીમાં રમાયેલી ફાઇનલની ટાઇબ્રેકર મેચમાં દિવ્યાએ હમ્પીને હરાવી અને આ તાજ જીત્યો. ત્રણ દિવસ સુધી ચાલેલા ક્લાસિકલ ચેસના મેચમાં યુવાખેલાડી ની જીતથી ખુશીની લહેર છવાઈ ગઈ છે . હમ્પી અને દિવ્યા દેશમુખે પહેલા રેપિડ ટાઇ-બ્રેકરમાં ડ્રો રમ્યો અને પછી દિવ્યાએ બીજો જીત્યો. જીત્યા પછી દિવ્યા રડી પડી. તેની માતા પણ ત્યાં હાજર હતી અને દિવ્યાએ તેને ગળે લગાવી.
દિવ્યા દેશમુખ કોણ છે?
9 ડિસેમ્બર 2005 ના રોજ નાગપુરમાં જન્મેલી દિવ્યાએ પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેના માતાપિતા ડોક્ટર છે. તેના પિતાનું નામ જીતેન્દ્ર છે અને માતાનું નામ નમ્રતા છે. દિવ્યાએ 2012 માં સાત વર્ષની ઉંમરે અંડર-7 નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. આ પછી, તેણે અંડર-10 (ડરબન, 2014) અને અંડર-12 (બ્રાઝિલ, 2017) કેટેગરીમાં વર્લ્ડ યુથ ટાઇટલ પણ જીત્યા હતા. આ પછી, તેણે 2014 માં ડરબનમાં આયોજિત અંડર-10 વર્લ્ડ યુથ ટાઇટલ અને 2017 માં બ્રાઝિલમાં અંડર-12 કેટેગરી પણ જીતી હતી.

દિવ્યાએ 2023માં ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો
દિવ્યાએ 2023 માં ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ પણ મેળવ્યો હતો. 2024 માં, તેણે વર્લ્ડ જુનિયર ગર્લ્સ અંડર-20 ચેમ્પિયનશિપ પણ જીતી હતી, જ્યાં તે 11 માંથી 10 પોઇન્ટ મેળવીને ટોચ પર રહી હતી. આ ઉપરાંત, તેણીએ 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ભારત માટે ગોલ્ડ મેડલ અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દિવ્યા એશિયન જુનિયર ચેમ્પિયન પણ છે. દિવ્યા હવે ચેસની દુનિયામાં એક જાણીતું નામ છે.

નંબર વન ખેલાડી હૌ યિફાનને હરાવી છે
દિવ્યા દેશમુખે આ વર્ષે FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં વિશ્વની નંબર વન ખેલાડી હૌ યિફાનને હરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના આ માટે પ્રશંસા કરી હતી. દિવ્યાએ 10 થી 16 જૂન દરમિયાન લંડનમાં યોજાયેલી FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેમ્પિયનશિપના સેમિફાઇનલના બીજા તબક્કામાં ચીનની યિફાનને હરાવી હતી. આ દિવ્યાની કારકિર્દીની સૌથી મોટી જીત છે.
આ પણ વાંચો : ‘પાછળ કેમ આવે છે?’ પૂછતાં જ છરી ઝીંકી દીધી : રાજકોટમાં સામાન્ય બાબતે 2 શખ્સો વચ્ચે બોલી ગઈ બઘડાટી
દિવ્યાએ કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું
ઓલિમ્પિયાડમાં ત્રણ ગોલ્ડ, અનેક એશિયન અને વર્લ્ડ યુથ ટાઇટલ. ચેન્નાઈના ચેસ ગુરુકુળમાં GM RB રમેશ હેઠળ તાલીમ પામેલી, દિવ્યાએ તેના તીક્ષ્ણ વ્યૂહાત્મક દ્રષ્ટિ, અતૂટ ધીરજ અને સર્જનાત્મક પ્રતિભા માટે પ્રશંસા મેળવી છે. દિવ્યાએ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. મહિલા વર્લ્ડ કપમાં ટોચના ત્રણ ખેલાડીઓ કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થાય છે.