દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી : 18 શ્રદ્ધાળુઓના મોત, મહાકુંભ જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા
.
પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 50 કરોડથી વધુ શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે ત્યારે મહા કુંભ માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહાકુંભ જઈ રહેલી ટ્રેનની રાહ જોતા પંદરથી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હજુ થોડા સમય પહેલા જ મહાકુંભમાં નાસભાગી મચી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 17 લોકોના મોત થયા હતા. આમાં 10 મહિલાઓ અને 3 બાળકો છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP)એ મૃત્યુની પુષ્ટિ કરી છે. PM મોદી, અમિત શાહ, આપ અને કોંગ્રેસે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
PM મોદીએ આ મોટી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું કે નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામની સાથે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ એ તમામની મદદ કરે જે લોકો આ ભાગદોડમાં પ્રભાવિત થયા છે.

દિલ્હી સ્ટેશન પર કેવી રીતે ભાગદોડ મચી ?
પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૧૪ પર ઉભી હતી, ત્યારે પ્લેટફોર્મ પર ઘણી ભીડ હતી. સ્વર્ણ ત્રાતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની મોડી પડી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર ૧૨, ૧૩ અને ૧૪ પર હાજર હતા. સીએમઆઈ મુજબ, રેલવેએ દર કલાકે ૧૫૦૦ જનરલ ટિકિટ વેચી. જેના કારણે ભીડ બેકાબૂ બની ગઈ. પ્લેટફોર્મ નંબર ૧૪ અને પ્લેટફોર્મ નંબર ૧૬ પાસે એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી.

આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થઈ હતી. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ અને નાસભાગ મચી ગઈ.શરૂઆતમાં ઉત્તર રેલવેના CPRO (ચીફ પબ્લિક રિલેશન ઓફિસર)એ ભાગદોડની વાતનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે આ માત્ર એક અફવા છે.પરંતુ દિલ્હીના LG વીકે સક્સેનાએ એક ટ્વિટમાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. માત્ર 20 મિનિટ પછી LNJPએ 15 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.આ પહેલા 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં 30 લોકોના મોત થયા હતા. 10 ફેબ્રુઆરી, 2013ના રોજ કુંભ દરમિયાન પ્રયાગરાજ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા.