ધો. ૧૨ની પરીક્ષામાં એક વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતો હતો અને આખો ક્લાસ લખતો હતો !!
આણંદના કરમસદમાં બોર્ડની પરીક્ષામાં માસ કોપીની ઘટના,૫૦ લોકોના સ્ટાફને કરાયો સસ્પેન્ડ
રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધો.12 ની પરીક્ષા દરમિયાન આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બની છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ ઘટનાનો પર્દાફાશ થયો છે.જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યું હતું.અને શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
માસ કોપી કેસની ઘટનાને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના નિયમોના આધારે કાર્યવાહી હાથ ધરી પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા સ્ટાફને મુકવામાં આવ્યો છે અને આજે નવા સ્ટાફની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી છે.