બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ, હાર્ટ એટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન હવે સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટ એટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. આ તરફ બસ ચાલકે પણ હાર્ટ એટેક વચ્ચે પણ પોતાની ફરજના ભાગરૂપે તાત્કાલિક બસને સાઈડ કરી હતી. જોકે ચાલકને હાર્ટ એટેક આવ્યો હોય બસ સાઈડમાં કરવા જતા પાટણ લુણાવાડા બસ પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
હાલ બસ ડ્રાઇવરની તબીયત સ્થિર
હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યા બાદ ચાલકે બસ પર કાબુ કરી સાઈડમાં ઉતારી હતી. ડ્રાઈવરે સુરક્ષિત જગ્યાએ બસ લઈ જતા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. જે બાદમાં ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ડ્રાઇવરની તબીયત સ્થિર છે.