ગજરો લગાવવો સાઉથ એક્ટ્રેસને પડ્યો ભારે : ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર ફટકાર્યો 1.14 લાખનો દંડ,કારણ જાણીને ચોંકી જશો
મલયાલમ અભિનેત્રી નવ્યા નાયર તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી જ્યારે તેના હેન્ડબેગમાંથી ચમેલીના ફૂલોનો માળા મળી આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કડક જૈવ સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેને લગભગ 1.14 લાખ રૂપિયા (AUD 1,980) નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નવ્યા નાયર ઓણમની ઉજવણીમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ ઓણમની ઉજવણી વિક્ટોરિયા મલયાલી એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જ્યારે એરપોર્ટ પર અધિકારીઓએ તેની બેગની તપાસ કરી ત્યારે 15 સેમી લાંબો ગજરો મળી આવતા તેણીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
6 સપ્ટેમ્બર 2025ના રોજ, અભિનેત્રી નવ્યા નાયર કોચીથી સિગાપોર થઈને મેલબોર્ન પહોંચી. તેના પિતા રાજુ નાયરે તેને ગુડબાય કહેતી વખતે ચમેલીનું ગુજરો ખરીદ્યો હતો. અભિનેત્રીએ તેને બે ભાગમાં વહેંચી દીધો. નવ્યાએ કોચીથી સિગાપોર એક ભાગ પહેર્યો, અને બીજો 15 સેમીનો ગજરો તેણે તેના હેન્ડબેગમાં પેકેટમાં રાખ્યો. પરંતુ મેલબર્ન એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે તેને રોકી અને અભિનેત્રીની બેગની તપાસ શરૂ કરી. શોધખોળ કર્યા પછી, ફોર્સે બેગમાંથી ગજરો જપ્ત કર્યો અને નવ્યાને તાત્કાલિક 1980 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1.14 લાખ રૂપિયા)નો દંડ ભરવો પડયો.
ઓસ્ટ્રેલિયામાં ફૂલો લઈ જવા ગેરકાયદેસર કેમ છે?
ઓસ્ટ્રેલિયા તેની ખેતી અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કડક જૈવ સુરક્ષા નિયમો લાગુ કરે છે. અહીં તાજા ફૂલો, છોડ, બીજ અને માટી જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે, કારણ કે તેમના દ્વારા દેશમાં જીવાત અને રોગો ફેલાઈ શકે છે. આ જ કારણ છે કે ગજરાની માળા પહેરવા બદલ પણ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં તે એરપોર્ટ પર ખાતી, ખરીદી કરતી અને પરંપરાગત કેરળ સાડીમાં ગજરો પહેરીને ફરતી જોવા મળી હતી.
ઓસ્ટ્રેલિયામાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે
ઓસ્ટ્રેલિયન સરકારની વેબસાઇટ (studyaustralia.gov.au) અનુસાર, મુસાફરોએ ઉતરાણ સમયે તેમના આવનારા પેસેન્જર અરાઇવલ કાર્ડ પર ઘણી વસ્તુઓ જાહેર કરવી પડે છે. આમાં તમામ પ્રકારના ખોરાક, છોડ અને પ્રાણીઓ સંબંધિત વસ્તુઓ, 10,000 ઓસ્ટ્રેલિયન ડોલર અથવા તેના સમકક્ષ વિદેશી ચલણ અને કેટલીક દવાઓનો સમાવેશ થાય છે. જો કોઈ મુસાફર આ વસ્તુઓ જાહેર ન કરે તો તેના પર ભારે દંડ લાદવામાં આવે છે.
નવ્યા નાયરની ફિલ્મી સફર
નવ્યા નાયરે 2001 માં ‘ઇષ્ટમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણીએ ‘મઝહથુલિક્કુલુક્કમ’ અને ‘કુંજીકોનન’ જેવી ફિલ્મોથી પોતાનું નામ બનાવ્યું. બે દાયકાથી વધુ સમયની સફર ધરાવતી નવ્યાને હજુ પણ મલયાલમ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.
