લેહ હિંસા બાદ સોનમ વાંગચુકની ધરપકડ : NSA હેઠળ કાર્યવાહી, ભડકાઉ નિવેદન આપી તોફાનો માટે ઉશ્કેરણી કરી હોવાનો આરોપ
લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની આજે ધરપકડ કરવામાં આવી હતી. લેહ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને જેલમાં ટ્રાન્સફર કરવા કે અન્ય વ્યવસ્થા કરવા તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વાંગચુક પર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠા શેડ્યૂલ હેઠળ સામેલ કરવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરનાર જાણીતા પર્યાવરણ ચળવળકાર સોનમ વાંગચૂકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની સામે નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ કાર્યવાહી કરી છે.
સોનમ વાંગચુકની ધરપકડ
સોનમ વાંગચુકની ડીજીપી એસડી સિંહ જામવાલના નેતૃત્વમાં લદ્દાખ પોલીસની એક ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વાંગચુકની ધરપકડ બાદ, સાવચેતીના પગલા તરીકે લેહમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે, અને બ્રોડબેન્ડ સ્પીડ ઘટાડવામાં આવી છે.
આ પણ વાંચો :“તારા પગ ભારે છે, અમારે દેણું વધી ગયું” કહી પરિણીતા પર ત્રાસ : રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
બુધવાર, 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસક અથડામણો થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. હિંસક અથડામણો બાદ, લેહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કર્ફ્યુનો કડક અમલ કર્યો હતો. અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે હિંસક તોફાનો થતા વાંગચૂકે 14 દિવસથી ચાલતી તેમની ભૂખહડતાળ સમાપ્ત કરી હતી. તેમણે રાજ્યનો દરજ્જો અને છઠ્ઠા શેડ્યૂલ હેઠળ સામેલ કરવાની માંગણી માટે આ અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો હતો.
શહેરમાં કર્ફ્યૂ લાગુ કરી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ત્રણ દિવસ પહેલા લેહમાં શાંતિપૂર્ણ બંધ દરમિયાન થયેલા હિંસક તોફાન થયા હતા જેમાં તોફાનીઓએ ભાજપ કાર્યાલય તેમજ સરકારી વાહનો સળગાવી દીધા હતા. ત્યારબાદ શહેરમાં કર્ફ્યૂ લાગુ કરી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે વાંગચૂકની ધરપકડને પગલે ફરી વાતાવરણ તંગ બનવાની ભીતિ વ્યક્ત થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો :“તારા પગ ભારે છે, અમારે દેણું વધી ગયું” કહી પરિણીતા પર ત્રાસ : રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
વાંગચૂકના ભડકાઉ નિવેદનોને કારણે જ લોકો કાબૂ બહાર ગયા
કેન્દ્ર સરકારે વાંગચૂક પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે તેમના ભડકાઉ નિવેદનોને કારણે જ લોકો કાબૂ બહાર ગયા. વાંગચૂકે અરબ સ્પ્રિંગ અને નેપાળની જન આંદોલન સાથે તુલના કરી હતી, જેના પગલે ટોળા ભડકી ઊઠ્યા હોવાનો ગૃહ મંત્રાલય દાવો કર્યો છે. આ ઘટનાના એક દિવસ પછી સરકારે વાંગચૂક સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ (SECMOL) સંસ્થાનું ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાયસન્સ પણ રદ કર્યું હતું.
સરકારના આક્ષેપો સામે વાંગચૂકે કડક પ્રતિક્રિયા આપી
સરકારના આક્ષેપો સામે વાંગચૂકે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંસામાં પોતાનો કોઈ હિસ્સો નથી.તેમણે કહ્યું, “એ કહેવું કે આંદોલન મેં ભડકાવ્યું, અથવા ક્યારેક કોંગ્રેસે ભડકાવ્યું, એ તો ફક્ત કોઈને બલીનો બકરો બનાવવાનો પ્રયાસ છે. પરંતુ એ પ્રશ્નોના મૂળ સુધી પહોંચતું નથી. આ રીતે સમસ્યા ઉકેલાશે નહીં. તેઓ કદાચ ‘ચતુર’ હશે કોઈને બલીનો બકરો બનાવવામાં કદાચ ચતુર હશે પરંતુ તેઓમાં શાણપણ નથી. આ સમયે આપણને ચાતુર્ય નહીં પરંતુ શાણપણની જરૂર છે, કારણ કે લોકો પહેલેથી જ નિરાશ છે.”
