દૂધમાં કંઈક કાળું ?? 15 સ્થળેથી નમૂના લેવાયા ; નકલંક, ધારેશ્વર, રાધેશ્યામ, રામકૃષ્ણ સહિતની ડેરીમાં RMCની તપાસ
નકલંક, ધારેશ્વર, રાધેશ્યામ, રામકૃષ્ણ, ગોકુલ, અમૃત સહિતની ડેરીમાં મહાપાલિકાની તપાસ
સામાન્ય રીતે `દાળમાં કંઈક કાળું’ એવી કહેવત પ્રચલિત છે પરંતુ રાજકોટમાં દાળ તો ઠીક પરંતુ દૂધમાં કંઈક કાળું એટલે કે ભેળસેળ કરવામાં આવી રહ્યાની આશંકાને પગલે મહાપાલિકા દ્વારા એક-બે નહીં બલ્કે પંદર જેટલી ડેરીઓમાં તપાસ કરી ત્યાંથી ગાય-ભેંસના દૂધના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા મોરબી રોડ પર એચ.પી.પેટ્રોલ પંપ પાસે મધુવન મેઈન રોડ પર અમર ડેરીમાંથી ભેંસનું દૂધ, હુડકો ક્વાર્ટર પાસે નવનીત ડેરીમાંથી ભેંસનું દૂધ, નિલકંઠ સિનેમા પાસે સત્યમ ડેરીમાંથી મીક્સ દૂધ, કૂવાડવા રોડ પર જલારામ કામેપલેક્સમાં જાગનાથ ડેરીમાંથી મીક્સ સૂધ, હુડકો ક્વાર્ટરમાં સુદ્ધાંગ ડેરીમાંથી મીક્સ દૂધ, ભીલવાસ ચોકમાં નકલંક દુગ્ધાલયમાંથી મીક્સ સૂધ, ગાયત્રીનગર મેઈન રોડ પર રાધેશ્યામ ડેરીમાંથી મીક્સ સૂધ, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર ડેરીમાંથી મીક્સ સૂધ, જાગનાથ શેરી નં.૨૨માં રામકૃષ્ણ ડેરીમાંથી મીક્સ સૂધ, બજરંગવાડી ચોકમાં અમૃત ડેરીમાંથી મીક્સ સૂધ, ગોકુલ ડેરીમાંથી મીક્સ દૂધ, સત્ય સાંઈ હોસ્પિટલ સામે ગોવર્ધન ડેરીમાંથી મીક્સ દૂધ, મારૂતિ પાર્ક મેઈન રોડ પર શ્રીનાથજી ડેરીમાંથી ગાયનું દૂધ, આલાપ હેરિટેજ સામે પ્રદ્યુમન એપાર્ટમેન્ટ, શોપ નં.૧માં શુભમ ડેરીમાંથી ગાયના દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે જ્યાં સુધીમાં આ દૂધના નમૂના આવશે ત્યાં સુધીમાં હજારો લીટરમાં તેનું વેચાણ પણ થઈ ચૂક્યું હશે !