વિશ્વના છ અબજ લોકોએ નિહાળ્યુ ચંદ્રનું સૌથી શક્તિશાળી રૂપ : ફૂલ બ્લડ મુન નિહાળી ખગોળશાસ્ત્રીઓ દંગ રહી ગયા
વિશ્વના લગભગ છ અબજ લોકોએ રવિવારે રાત્રે ચંદ્રનું સૌથી શક્તિશાળી ગ્રહણ રૂપે નિહાળ્યુ હતું.આ અનોખી ખગોળીય ઘટનાને નરી આંખે જોવા માટે ભારત સહિતના અનેક દેશમાં લોકો ઉત્સુક હતા. આ ગ્રહણ ભારત ઉપરાંત એશિયા, યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં જોવા મળ્યું હતું. આકાશમાં દેખાયેલા રાતા રંગના ચંદ્ર એટલે કે ફૂલ બ્લડ મુન નિહાળીને ખગોળશાસ્ત્રીઓ પણ દંગ રહી ગયા હતા.
વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ રંગનો દેખાયો હતો. ખગોળશાસ્ત્રીઓની ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વીનો પડછાયો સૂર્યપ્રકાશને અવરોધે છે, ત્યારે વાતાવરણમાં હાજર ધૂળ, ગેસ અને અન્ય કણોને કારણે લાલ કિરણો ચંદ્ર પર પહોંચે છે. આ જ કારણ છે કે ચંદ્ર લાલ દેખાય છે.
#InPics | The #moon rises behind an Ashoka Pillar (Ashok Stambh) in a striking view ahead of the lunar eclipse.#bloodmoon #lunareclipse #lunareclipse2025 pic.twitter.com/RLCrfT4AX5
— The Times Of India (@timesofindia) September 7, 2025
ભારતમાં રાત્રે 8:58 વાગ્યાથી પેનમ્બ્રલ ગ્રહણ શરૂ થયું હતું. આંશિક ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યે અને પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યે શરૂથયું હતું જે રાત્રે 11:41 વાગ્યે તેની ટોચ ઉપર હતું. આ સમયે ચંદ્ર સૌથી ઉગ્ર હોય છે તેવું માનવામાં આવે છે.
આ અવકાશી ગ્રહણ 82 મિનિટ સુધી ચાલ્યુ હતું જે આ દાયકાના સૌથી લાંબા ગ્રહણોમાંથી એક છે. આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ 31 ડિસેમ્બર 2028 ના રોજ થશે, જ્યારે આંશિક ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 ના રોજ દેખાશે.
આ ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારત ઉપરાંત ચીન, જાપાન,એન્ટાર્કટિકા, પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઑસ્ટ્રેલિયા, એશિયા, હિંદ મહાસાગર, યુરોપ તથા પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં પણ દેખાયું હતું. જે લોકો નરી આંખે જોઈ શક્યા ન હતા તે લોકોએ બાયનોકયુલર અથવા ગુગલ એપનો સહારો લીધો હતો. હાલમાં ચોમાસુ છે અને આકાશમાં અનેક વિસ્તારોમાં વાદળાનું સામ્રાજ્ય હતું તેથી લોકોને આ ગ્રહણ નરી આંખે જોવામાં મુશ્કેલી પડી હતી.
દેશની ધાર્મિક માન્યતાને અનુસરીને ગ્રહણ હોવાને લીધે મોટા મોટા મંદિરોમાં દર્શન બંધ રહ્યા હતા. ખાસ કરીને દ્વારકાધીશ મંદિર બંધ રહ્યું હતું તો સોમનાથ મંદિરમાં પૂજા અને અન્ય ધાર્મિક વિધિ બંધ રહી હતી.
ભારતમાં ક્યાં ક્યાં ગ્રહણ જોવાયુ
દિલ્હી, ચંડીગઢ, જયપુર, લખનૌ, મુંબઈ, અમદાવાદ, પુના, ચેન્નાઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, કોચી, કોલકત્તા, ભુવનેશ્વર, ગૌહાટી, ભોપાલ, નાગપુર અને રાયપુર સહિતના શહેરોમાં આ ગ્રહણ જોવાયું હતું.
