સાહેબ, અમારા વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે-જુગાર રમાય છે !! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર નંબર પર એક જ દિવસમાં 50થી વધુ ફરિયાદ
ગુનાખોરીને અંકુશમાં લેવા માટે પોલીસ અલગ-અલગ દિશામાં કાર્યવા કરી રહી છે. સૌથી પહેલાં ગુનેગારોની યાદી તૈયાર કરી તેમના મકાન તેમ વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે હેલ્પ લાઈન નંબ પણ જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર લોકો ‘બાતમી’ આપી શકશે.
૨ સિલસિલામાં ક્રાઈમ બ્રાન્ચે મકાન કે વિસ્તારમાં કોઈ ભય ફેલાવતું હોર લુખ્ખાગીરી કરતું હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃ કરતું હોય તેની માહિતી મો.નં. ૬૩૫૯૬ ૨૯૮૯૬ આપવા અપીલ કરતાંની સાથે જ અડધા દિવસમાં ૫૦થી વધુ ફોન આવ્યા હોવાનું જાણવા મળી રા છે.
જો કે મોટાભાગની ફરિયાદ દેશી-વિદેશી દારૂના વેચાણ તેમજ જુગાર હોય તપાસ માટે તાત્કાલિક ટીમોને દોડાવાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વા અપીલ કરવામાં આવી છે કે આ નંબર ઉપર માહિતી આપનારનું નામ ગુ રાખવામાં આવશે સાથે સાથે તેને ઈનામ પણ અપાશે.