શુભમન ગિલે સદી ફટકારીને રચ્યો ઇતિહાસ : ‘બેસ્ટ’ કેપ્ટન બન્યો, રોહિત શર્માનો રેકોર્ડ તોડી કોહલીની કરી બરાબરી
જ્યારે કોઈ બેટ્સમેન ઉત્તમ ફોર્મમાં હોય છે, ત્યારે મોટામાં મોટા રેકોર્ડ પણ નાના લાગે છે. શુભમન ગિલ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 129 રન બનાવીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. કેપ્ટન તરીકે શુભમન ગિલની છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગ્સમાં આ પાંચમી સદી છે. ગિલની સદીના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 518 રનનો સ્કોર બનાવ્યો. ભારતે 518 રન પર પોતાનો ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. શુભમન ગિલે શતક ફટકારીને રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ હરીફ ટીમને રીતસરની દબાવી દીધી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ગિલની આ 10મી સદી છે. ભારતીય ટીમે પોતાનો પહેલો દાવ 5 વિકેટે 518 રન પર ડિકલેર કર્યો હતો. ગિલ 196 બોલમાં 129 રન બનાવીને અણનમ રહ્યો હતો.
𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪
— Star Sports (@StarSportsIndia) October 11, 2025
Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx
શુભમન ગિલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
મેચની પહેલી ઇનિંગમાં ગિલે 177 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. આ સદી સાથે તેણે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી. વિરાટ કોહલીએ 2017 અને 2018માં કેપ્ટન તરીકે એક જ વર્ષમાં પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી. આ વર્ષે શુભમન ગિલે પણ અત્યાર સુધીમાં પાંચ સદી ફટકારી છે. આ સદી સાથે શુભમન ગિલે રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
𝙂𝙡𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙂𝙞𝙡𝙡 ✨
— BCCI (@BCCI) October 11, 2025
A 💯 to savour from the #TeamIndia skipper 🫡
His first as Captain on home soil 🇮🇳
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ocO5Hk5hrr
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિતે કુલ 9 ટેસ્ટ સદી ફટકારી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિતે કુલ 9 ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે ગિલે પોતાની 10મી સદી ફટકારીને આ રેકોર્ડ તોડ્યો હતો. ગિલે હેરી બ્રુકને પણ પાછળ છોડી દીધો, જેના નામે નવ સદી હતી. કેપ્ટન તરીકે શુભમન ગિલની 12 ઇનિંગ્સમાં આ પાંચમી ટેસ્ટ સદી છે. ફક્ત એલિસ્ટર કૂક (9 ઇનિંગ્સ) અને સુનીલ ગાવસ્કર (10 ઇનિંગ્સ)એ ગિલની 12 ઇનિંગ્સ કરતા પાંચ સદી ઝડપી બનાવી છે.
શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મ બતાવી રહ્યો છે. શુભમને 11 ઓક્ટોબર, શનિવાર (વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે) સદી ફટકારી. શુભમને ભારતના પ્રથમ દાવની 130મી ઓવરમાં ખારી પિયરના પાંચમા બોલ પર ત્રણ રન લઈને પોતાની 10મી ટેસ્ટ સદી પૂર્ણ કરી. શુભમને 177 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી.
આ પણ વાંચો :ખરાબામાં 35 વર્ષ ખેતી કરી, હવે જમીન આપો! રાજકોટ કલેકટરે ઓમપ્રકાશે અપીલ ફગાવી, વાંચો સમગ્ર મામલો
એક કેલેન્ડર વર્ષમાં પાંચ ટેસ્ટ સદી (ભારતીય કેપ્ટન)
2017 – વિરાટ કોહલી
2018 – વિરાટ કોહલી
2025 – શુભમન ગિલ
યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી
આ ઇનિંગ્સ દરમિયાન, શુભમન ગિલે ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 1,000 રન પણ પૂર્ણ કર્યા. તેણે 196 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા અને બે છગ્ગા સહિત 129* રન બનાવ્યા. આ શુભમન ગિલનો ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સ્કોર હતો. શુભમનનો ઘરઆંગણે અગાઉનો શ્રેષ્ઠ સ્કોર 128 રન હતો, જે તેણે 2023માં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. શુભમન પહેલા, યશસ્વી જયસ્વાલે પણ દિલ્હી ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં સદી (175 રન) ફટકારી હતી. શુભમન અને યશસ્વીની સદીઓના આધારે, ભારતે 518/5 પર પોતાનો પ્રથમ ઇનિંગ ડિકલેર કરી
