અંતરિક્ષને શુભાંશુ શુકલાનું સાયોનારા : 3 સાથીઓ સાથે ISSથી ધરતી તરફ આવવા રવાના, જાણો અવકાશયાન ક્યારે અને ક્યાં ઉતરશે?
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ વિતાવ્યા હતા, તેમણે હવે પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરી છે. તેઓ Axiom-4મિશન હેઠળ પાછા ફરી રહ્યા છે. મિશન Axiom-4હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના અન્ય સાથીદારો સાથે અવકાશથી પૃથ્વી માટે રવાના થયા છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ આ મિશન હેઠળ અવકાશમાં કુલ 18 દિવસ વિતાવ્યા છે.

ક્યારે આવશે ધરતી પર પરત?
શુભાંશુ શુક્લા અને તેમની ટીમ ડ્રેગન અવકાશયાનમાં સવાર છે અને અવકાશ મથકમાંથી અનડોકિંગ લગભગ 4:50 વાગ્યે (ભારતીય સમય) થયું હતું. આ પછી, અવકાશયાન 22.5 કલાકની મુસાફરી પછી મંગળવારે બપોરે 3:01 વાગ્યે IST કેલિફોર્નિયાના તટ પર સમુદ્રમાં સપ્લેશડાઉન કરશે. આ સમગ્ર પ્રક્રિયા સ્વચાલિત હશે અને તેને કોઈ મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર રહેશે નહીં.
Dragon is GO to undock from the @Space_Station pic.twitter.com/MBSlD8HgFE
— SpaceX (@SpaceX) July 14, 2025
અવકાશયાન અનડોક થયું
માહિતી મુજબ, ગગનયાત શુભાંશુ મંગળવારે પેસિફિક મહાસાગરમાં કેલિફોર્નિયા કિનારે Axiom-4મિશનના તેમના ત્રણ સાથી અવકાશયાત્રીઓ સાથે ઉતરશે. ડ્રેગન અવકાશયાનને થોડા સમય પહેલા અનડોક કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : VIDEO : સાઉથની ફિલ્મના શૂટિંગ દરમિયાન દુ:ખદ ઘટના : એસએમ રાજુનું લાઈવ સ્ટંટ સીન દરમિયાન નીપજ્યું મોત
પૃથ્વી પર પાછા ફરવામાં 22.5 કલાક લાગશે
અનડોક થયા પછી, આ અવકાશયાન પૃથ્વી તરફ ઉડાન ભરશે. અવકાશયાનને પૃથ્વી પર પાછા ફરવામાં કુલ ૨૩ કલાક લાગશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનડોક થયાના લગભગ 22.5કલાક પછી પેસિફિક મહાસાગરમાં કેલિફોર્નિયાના દરિયાકાંઠે સ્પ્લેશડાઉન થવાની ધારણા છે.
ઇસરોએ આ મિશન માટે લગભગ 550 કરોડ રૂપિયા ખર્ચ્યા
ઇસરોએ આ મિશન માટે લગભગ 550 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ મિશનને 2027માં લોન્ચ થનારા ઇસરોના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ‘ગગનયાન’ માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. શુક્લાનો આ અનુભવ તે મિશનની તૈયારીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
Ax-4 Mission | Undocking https://t.co/9GBaHvpaAa
— Axiom Space (@Axiom_Space) July 14, 2025
અવકાશમાં ભારતની નવી ઓળખ
શુભાંશુ શુક્લાની આ યાત્રા માત્ર એક મિશન નથી, પરંતુ ભારતની નવી અવકાશ ઓળખનું પ્રતીક છે. તેઓ માત્ર ISS માં જનારા પ્રથમ ભારતીય બન્યા જ નહીં, પરંતુ તેમણે એ પણ બતાવ્યું કે ભારત હવે અવકાશ સંશોધનની અગ્રણી દોડમાં જોડાઈ ગયું છે. દરેક ભારતીય તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો : Nimisha Priya Case : યમનમાં નિમિષા પ્રિયા કેસમાં સરકારે હાથ ઊંચા કર્યા! કહ્યું,બચાવવા પૂરા પ્રયાસો કર્યા, શું થશે ફાંસીની સજા?
Axiom-4મિશન હેઠળ, શુભાંશુ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓ 26 જૂને ISS પર પહોંચ્યા હતા. આ અવકાશયાત્રીઓએ ISS પર ઘણા પ્રયોગો કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ અવકાશયાનના પૃથ્વી પર પાછા ફરવાની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક હશે.
ભારત આખી દુનિયાથી સારું દેખાય છે: શુભાંશુ
નોંધનીય છે કે રવિવારે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ISS પરથી ભાવનાત્મક વિદાય ભાષણ આપ્યું હતું. આ તે પ્રસંગ હતો જ્યારે X-4 ક્રૂ પૃથ્વી પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યો હતો. તેમણે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માના પ્રખ્યાત શબ્દોનું પુનરાવર્તન કર્યું, જેમાં તેમણે કહ્યું કે આજનું ભારત આખી દુનિયાથી પણ સારું દેખાય છે.તેમણે કહ્યું, મારા માટે આ એક અદ્ભુત યાત્રા રહી છે. પૃથ્વી પર જલ્દી મળીશું. હવે આ યાત્રા સમાપ્ત થવાની છે. પરંતુ માનવ અવકાશ ઉડાનની આપણી યાત્રા ખૂબ લાંબી છે.