શ્રદ્ધા વાલકર નો હત્યારો આફતાબ લોરેન્સ બિશ્નોઇ ગેંગના હિટ લિસ્ટમાં
સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર દિલ્હીની શ્રધ્ધા વાલકર નામની યુવતીની હત્યાનો આરોપી આફતાબ પુનાવાલા લોરેન બિશ્નોઇ ગેંગના હિટ લિસ્ટમાં હોવાનું ખુલ્યું છે.બાબા સિદ્દીકીની હત્યામાં ઝડપાયેલા આરોપીઓએ આ ધડાકો કર્યા બાદ પુનાવલાને જ્યાં રાખવામાં આવ્યો છે તે તિહાર જેલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.પુનાવલા એ 2022નનાં મે મહિનામાં તેની સાથે લીવ ઈન રીલેશનશીપ માં રહેતી શ્રધ્ધા વાલકરની હત્યા કર્યા બાદ લાશના 35 ટુકડા 20 દિવસ સુધી ફ્રીઝમાં સંઘરી રાખ્યા હતા અને બાદમાં જંગલમાં નિકાલ કર્યો હતો.આ ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી.બનાવને લવ જિહાદ ગણાવી હિંદુ સંગઠનોએ પુનાવાલાને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગણી કરી હતી.
અન્ય ત્રણ પણ બિશ્નોઇના રડાર પર
બિશ્નોઇ ગેંગ જેને તેને પતાવી દીધો હતો તે ગાયક સિદ્ધુ મુસવાલાના મેનેજર શંગપ્રીતસિંઘ,ગુરુગ્રમની જેલમાં રહેલ ગેંગસ્ટર કૌશલ ચૌધરી તથા હરીફ ગેંગનો મુખિયા અમિત દાગર પણ બિશ્નોઇ ગેંગના હેટ લિસ્ટમાં હોવાનું ખુલ્યું હતું.