Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી

Mon, March 23 2026

રાજકોટની ભાગોળે ઈશ્વરિયા ગામે સવાસો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત સંમેલનને સંબોધન કરતાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ સમાજમાં ઘર કરી ગયેલા ટ્રેન્ડ ઉપર અંગૂલીનિર્દેશ તેમજ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે લોકો આપણી સામે ગીધનજરે જુવે એવા કપડાં પહેરી અંગપ્રદર્શન કરવું એ કડવા પાટીદાર સમાજની શોભા નથી. સૌથી ચિંતાની વાત એ છે કે આજે દીકરીના પરિવારજનો દીકરાના ઘરમાં કેટલી ડસ્ટબિન એટલે કે વડીલો કેટલા છે એવું પૂછતાં થઈ ગયા હોય આ મુદ્દે જો ગહન ચિંતન કરવામાં નહીં આવે તો સમાજની હાલત પશુઓ જેવી થઈ જશે !

કાર્યક્રમને સંબોધન કરતાં રૂપાલાએ જણાવ્યું કે ઘરમાં કેટલી ડસ્ટબિન છે તેવું પૂછવું, ગામડે સહકુટુંબમાં દીકરો રહેતો હોય તો ત્યાં દીકરી નથી આપવી તેવો જે ટે્રન્ડ શરૂ થયો છે તે બંધ કરવો જોઈએ. આ મુદ્દો દિવસેને દિવસે ગંભીર બની રહ્યો હોય તેના ઉપર સમાજના મોવડીઓએ વ્યવસ્થિત ચિંતન કરી એક બંધારણ બનાવવું જરૂરી બની ગયું છે અન્યથા પ્રાણી જેવી હાલત થતાં વાર લાગશે નહીં.

આ પણ વાંચો: પ્રેસ કાર્ડનો ખુલ્લે આમ વેપલો, ભાવ તાલ સાથે જાહેરખબરો! હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેચતા કથિત અખબારો પોલીસના રડારમાં

તેમણે ઉમેર્યું કે એક સમય હતો જ્યારે ઉમિયાધામ (સિદસર) નક્કી કરે એ જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા પરંતુ હવે આવું ખૂબ જ ઓછું થઈ ગયું છે. લગ્ન પાછળ ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો છે. તેમણે ઉદાહરણ આપ્યું કે આખા લગ્નનો જેટલો ખર્ચ અગાઉ થતો એટલો ખર્ચ કરીને અત્યારે તો માત્ર લગ્નનો આલ્બમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વળી, પ્રિ-વેડિંગનો રિવાજ પણ સમાજમાં ઘૂસી ગયો હોય જે ચિંતાજનક છે. લગ્નના ગીતો પહેલાં મહિલાઓ ગાતી અને તે સમયનો માહોલ પણ કંઈક ઔર હતો પરંતુ અત્યારે આ બધું જ ભાડે આપી દેવામાં આવે છે. સહકુટુંબ હોય તેવા પરિવારમાં દીકરી ન આપવી, ગામડે ન આપવાની જિદ્દ ખૂબ જ ગંભીર વાત છે. આપણે ગામડાના થઈને ગામડા સામે વાંધો ઉપાડીએ એ કેટલુ વ્યાજબી છે ? આપણે અસલ ગામડાની જ આઈટમ છીએ તેવું પણ સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું.

અત્યારે માતા પુત્રીને કંઈક કહે તો આપઘાત કરી લ્યે છે, પતિ કે સાસરિયા શોપિંગમાં ન જવા દે તો છૂટાછેડા થયાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ બધું બંધ થવું જોઈએ.

આ કાર્યક્રમમાં ઉમિયાધામના પ્રમુખ જગદીશ કોટડિયા ઉપરાંત જેરામ વાંસજાળિયા, જૂનાગઢના ગાંઠિલા મંદિરના નિલેશ ધૂલેશિયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, ચિમનભાઈ સાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

નિર્લિપ્ત રાય અને રાજકોટ શહેરને કશું લાગતું-વળગતું નથી! કમિશનરે તંદુરસ્ત પોલીસ મથક દત્તક લીધું, પોલીસ ફરી ‘મેળો’ ભરશે, વાંચો કાનાફૂસી

Next

પ્રેસ કાર્ડનો ખુલ્લે આમ વેપલો, ભાવ તાલ સાથે જાહેરખબરો! હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેચતા કથિત અખબારો પોલીસના રડારમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું
2 મિનિટutes પહેલા
એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત
11 મિનિટutes પહેલા
અફવાઓથી દૂર રહો: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, 36 પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત
45 મિનિટutes પહેલા
નિર્લિપ્ત રાય અને રાજકોટ શહેરને કશું લાગતું-વળગતું નથી! કમિશનરે તંદુરસ્ત પોલીસ મથક દત્તક લીધું, પોલીસ ફરી ‘મેળો’ ભરશે, વાંચો કાનાફૂસી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

ગુજરાતમાં આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઓસ્ટ્રીયા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત : ભારતીયોએ વંદે માતરમના નારા લગાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તમે ભૂખ્યા રહો એ અમે કેમ જોઈ શકીયે ? ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતી પોલીસ
રાજકોટ
2 વર્ષ પહેલા
એક્ઝીટ પોલ : કાશ્મીરમાં નેશનલ-કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સરકાર રચે તેવું અનુમાન , હરિયાણા ભાજપના હાથમાંથી સરકી જશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર