લદાખમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટના આંગણે છે. સુપ્રીમ કોર્ટે લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સરકારને ફટકાર લગાવતાં જવાબ માગ્યો હતો.
વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો કે, શા માટે વાંગચુકને જેલમાંથી મુક્ત કરવા ન જોઈએ?કોર્ટે એવો સવાલ કર્યો હતો કે પત્નીને ધરપકડનો આધાર શા માટે બતાવાતો નથી ? હવે પછી સુનાવણી 14 મીએ થવાની છે.
આ પણ વાંચો :જય શ્રી રામ…અયોધ્યાની રામલીલાનો વિશ્વ વિક્રમ : 50 દેશોના 62 કરોડ લોકોએ નિહાળી, બોલીવુડના જાણીતા કલાકારોએ લીધો ભાગ
સોનમ વાંગચુકની પત્ની તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે સોનમ વાંગચુકને તેમની ધરપકડ પાછળના કારણો વિશે પણ જાણકારી આપવામાં આવી ન હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે જવાબ આપ્યો કે, અટકાયત કરાયેલ વ્યક્તિને આ વિશે જાણ કરવામાં આવી છે. અમે તેમની પત્નીને એક નકલ આપવાનું વિચારીશું, જેમાં તેમની ધરપકડના કારણોની વિગતો આપવામાં આવશે.
આ પણ વાંચો :માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન : 1 હજાર પર્વતારોહી ફસાયા, 350ને બચાવી લેવાયા; અન્ય લોકોનો સંપર્ક કરવા બચાવ ઓપરેશન
સોનમ વાંગચુક પર એનએસએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગીતાંજલિએ વાંગચુકની મુક્તિ માટે અરજી કરતાં વિનંતી કરી હતી કે તેમના પતિને ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવે. તેમને મળવાની પણ મંજૂરી આપવામાં આવે. વધુમાં, જેલમાં દવા, યોગ્ય ખોરાક અને કપડાંની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી
