ગેંગ રેપની ચકચારી ઘટના : હોમ ગાર્ડની પરીક્ષામાં યુવતી થઇ બેભાન, ચાલુ એમ્બ્યુલન્સમાં 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
બિહારના ગયા શહેરમાં યોજાયેલી હોમગાર્ડ ભરતીની ફિઝિકલ ટેસ્ટ દરમિયાન બેભાન બની ગયેલી 26 વર્ષની યુવતી પર એમ્બ્યુલન્સમાં સામુહીક બળાત્કારની ઘટના બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ બોધ ગયાના બિહાર મીલીટરી પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શારીરિક કસોટી દરમિયાન આ યુવતી બેભાન બની જતા ત્યાં પહેલેથી હાજર રખાયેલી એમ્બ્યુલન્સમા તેને હોસ્પિટલે મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો : VIDEO : Google Maps ફરી દગો દીધો! મેપના ભરોસે રહેલી મહિલાની કાર ખાડીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ
એ યુવતી હોસ્પિટલ પહોંચે એ પહેલા રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ તેની ઉપર સામુહિક બળાત્કાર થયો હતો. યુવતીએ તે અર્ધ બેભાનહાલતમાં હતી ત્યારે ચાર થી પાંચ શખ્સોએ તેની ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યાની કેફિયત આપી હતી.પોલીસે આ બારામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિજયકુમાર અને ટેકનિશિયન અમિતકુમારની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : New Rules in August : 1 ઓગસ્ટથી UPI-ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
ચિરાગ પાસવાને પોતાની જ સરકારની ઝાટકણી કાઢી
આ ઘટનાના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. એનડીએ ના ઘટક પક્ષ લોક જન શક્તિ પાર્ટીના
સાંસદ ચિરાગ પાસવાને બિહારની કથડેલી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ બિહારમાં હત્યાઓ લૂંટ ચોરી ખંડણી અને બળાત્કારોની ઘટના બને છે. તેમણે
કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ
હોવાનો આક્ષેપ કર્યો હતો.
