વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં, એક નૌકાદળના જવાને તેની પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી. પછી શબના ટુકડા કાપીને ફ્રીજમાં મુકી દીધા. ત્યારબાદ એક પછી એક બહાર કાઢીને સળગાવી દીધા. આ ઘટના ગજુવાકાના એલ્વી નગર વિસ્તારમાં બની હતી.
આરોપી રવિન્દ્ર ભારતીય નૌકાદળમાં એરક્રાફ્ટ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેનું અફેર કૈલાશપુરમમાં રહેતી પરિણીત મહિલા મોનિકા સાથે હતું. એવું જાણવા મળ્યું હતું કે રવિન્દ્રની પત્ની ડિલિવરી માટે તેની માતા પાસે ગઈ હતી. આ દરમિયાન, તેણે તેની પ્રેમિકા મોનિકાને ઘરે બોલાવી. શરૂઆતમાં, બંને વચ્ચે બધું સામાન્ય હતું, પરંતુ રવિવારે મોડી રાત્રે, બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો શરૂ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝઘડો પૈસાને લઈને હતો, જે ધીમે ધીમે વધતો ગયો. ગુસ્સામાં રવિન્દ્રએ ઘરમાં છરી વડે મોનિકા પર હુમલો કર્યો, જેનાથી તેણીની હત્યા થઈ ગઈ. હત્યા બાદ, આરોપીએ ગુનો છુપાવવાના ઈરાદાથી શરીરના ટુકડા કરી દીધા. બંને હાથ, ધડ, કમર અને પગ ધડ ફ્રિજમાં મૂકી દીધા જ્યારે તેણે કમર અને બંને પગ સુટકેસમાં મૂક્યા. તેણે તેના માથા સહિત તેના કેટલાક અંગો કાઢીને બાળી નાખ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ આ હત્યાની યોજના પહેલાથી જ બનાવી હતી. તેણે હત્યા પછી પુરાવાનો નાશ કરવા માટે છરીઓ અને સફાઈનો સામાન ઓનલાઈન મંગાવ્યો હતો. પોલીસે કહ્યું કે શરીરના ટુકડાઓને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી રવિન્દ્ર સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો
ઘટના પછી, રવિન્દ્ર પોતે પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં તેણે કહ્યું કે મોનિકા તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી અને પૈસા માટે પણ હેરાન કરી રહી હતી, તેથી તેણે આ પગલું ભર્યું છે. મોનિકા સાથે 2023 માં જ રિલેશન તોડી નાખ્યા હતા છતાં તે સતત દબાણ કરતી હતી.
