શંકરાચાર્ય વિવાદ સરકારી અધિકારીઓના રાજીનામા સુધી પહોંચ્યો: GST ડેપ્યુટી કમિશનર પ્રશાંતકુમાર સિન્હાએ આપ્યું રાજીનામું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વારાનંદજી સાથે કુંભના આયોજકોએ કરેલા કથિત વ્યવહારને તેમનું અપમાન ગણાવી બરેલીના સિટી મેજીસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે તો બીજી બાજુ શંકરાચાર્યએ મુખ્યમંત્રીની વિરુદ્ધમાં જે નિવેદન કર્યું છે તેને અપમાનજનક ગણાવી અયોધ્યાનાં જી.એસ.ટી વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંતકુમાર સિન્હાએ રાજીનામુ આપી દીધુ છે.
પ્રશાંતકુમાર સિન્હાએ પત્રકારોને કહ્યું હતું કે, શંકરાચાર્યએ જે નિવેદન કર્યું છે તે મુખ્યમંત્રીના અપમાન સમાન છે. મુખ્યમંત્રી રાજ્ય સરકારના વડા છે અને સરકારના ગેઝેટેડ અધિકારી તરીકે તેમનું અપમાન સહન ન કરી શકુ. તેમણે પોતાનું રાજીનામુ રાજ્યપાલને મોકલ્યું છે અને આ રાજીનામુ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સમર્થનમાં આપ્યું હોવાનુ જણાવ્યું છે. તેમણે રાજીનામાના પત્રમાં લખ્યુ છે કે, યોગી આદિત્યનાથ લોકશાહી ઢબે ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. અને તેનું અપમાન કોઈ પણ હાલતમાં સ્વીકારી શકાય નહી.હું જે પ્રદેશનું નમક ખાઉં છું અને પગાર મળે છે તે પ્રદેશ અને નેતૃત્વની સાથે ઉભો છું.
આ પણ વાંચો :12 કરોડની Rolls Royce ખરીદ્યા બાદ રેપર બાદશાહને થયો પસ્તાવો:કહ્યું-ઉતાવળમાં નિર્ણય લીધો અને 10 મિનિટમાં જ…
બીજી બાજુ શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યુ છે તેવું કહીને રાજીનામુ આપી દેનારા બરેલીના સિટી મેજીસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે અને તેમણે આ પગલાં સામે સુપ્રિમ કોર્ટ સુધી જવાની જાહેરાત કરી છે. તેમણે પોતાને સરકારી આવાસમાં બંધક બનાવવાનો આરોપ પણ મુક્યો છે.
