Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

Shani Jayanti 2025: 26 કે 27 ક્યારે છે શનિ જયંતી? આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ થશે પ્રસન્ન, જાણો સમગ્ર માહિતી

Sat, May 24 2025

વૈશાખ વદ ચૌદસ ને સોમવાર  તા. 26-5-2025ના દિવસે શનિ જયંતી છે સોમવારે બપોરે 12.13 કલાક સુધી ચૌદસ તીથી છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રે અમાસ તિથિ છે જ્યારે મંગળવારે સવાર ના 8.33સુધી જ અમાસ તીથી છે. અને ત્યારબાદ મંગળવારે એકમ તિથિ ક્ષય તિથિમાં છે આથી દરેક પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે શનીજયંતિ સોમવારે છે

 નવગ્રહમાં શનીદેવને કર્મના ફળદાતા ગણવામાં આવે છે. આથી શની જયંતી નું મહત્વ વધારે રહેલ છે. શનીદેવ ની જન્મકથા શનીગ્રહ ના પિતા સુર્ય છે અને માતા છાયા છે. શનીગ્રહ નો જન્મ સૌરાષ્ટ્રના હાથલા ગામે થયેલ તેમ માનવામાં આવે છે.

સુર્યે ભગવાનના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયેલા તેનાથી તેમને મનુ અને થમ નામના પુત્રોની પ્રાપ્ત થયેલી તથા યમુના નામની કન્યાની પ્રાપ્ત થયેલી સુર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ તેનાથી બચવા સંજ્ઞા પોતાની છાયા સુર્યદેવ પાસે છોડી અને પોતાના પિતાના ઘરે જાય છે પરંતુ પિતા કહે છે કે દિકરી તો સાસરે જ શોભે આથી નારાજ થઈ અને સંજ્ઞા આથી નારાજ થઈ અને સંજ્ઞા ઘોડી નુ રૂપ લઈને તપ કરવા લાગે છે બીજી તરફ છાયા ગર્ભવતી થાય છે અને શની તથા ભદ્રાને જન્મ આપે છે જયારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે માતા છાયા એ ખોરાક પાણી લીધા વગર તપ કરેલુ અને શિવ પુજા કરેલી. આથી તેના અસર સ્વરૂપે શનીદેવનો રંગ કાળો પડી ગયેલ જયારે શની દેવનો જન્મ થાય છે ત્યારે પિતા સુર્યદેવ તેને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડે છે. આનાથી ગુસ્સે થઈ અને શનીદેવ તપ કરવા લાગે છે ત્યારે શનિદેવના તપ થી પ્રસન્ન થઈ અને શિવજી વરદાન આપે છે કે તારૂ સ્થાન નવગ્રહમા રહેશે અને તારી પનોતીથી દેવતાઓ પણ કંપી ઉઠશે અને તુ કર્મોનો ફળ દાતા ગણાઈશ.

શની ગ્રહને એક રાશી ચંદ્ર પુર્ણ કરવા માટે 30  વર્ષ લાગે છે. શની ગ્રહને 3જી, 7મી તથા 10મી દૃષ્ટી છે. શનીગ્રહની મોટી પનોતી તથા નાની પનોતી ગણાય છે. મોટી પનોતી જીવનમાં આશરે બેવાર આવે છે.

શનીગ્રહની પનોતી અત્યારે શનીગ્રહની મોટી પનોતી ૩ રાશીને ચાલે છે.

મોટી પનોતી:

(1)કુંભ રાશી (ગ,શ,સ) મોટી પનોતી ત્રીજો તબક્કો પગેથી પસાર થાય રૂપાના પાયે માનસિક ચિંતા કરાવે

(2)મીન રાશી (દ,ચ,ઝ,ન)  મોટી પનોતી બીજો તબક્કો છાતીએ થી પસાર થાય સોનાના પાયે શારીરિક માનસિક તકલીફ કરાવે

(3) મેષ રાશિ (અ.લ .ઇ ) મોટી પનોતી પહેલો તબક્કો માથેથી પસાર થાય લોઢાના પાયે આર્થિક શારીરિક પ્રોબ્લેમ રહે ખોટી દોડધામ કરાવે 

નાની પનોતી : 

(1) સિંહ રાશી(મ. ટ) નાની પનોતી લોઢાના પાયે શારીરિક કષ્ટ આપે

(2)ધન રાશી (ભ.ફ .ધ )નાની પનોતી લોઢાના પાયે ચિંતાદાયક ગણાય. 

નાની મોટી પનોતીની રાશી વાળા જાતકોએ શની જયંતીના દિવસે શનીદેવની ઉપાસના પુજા કરવાથી પનોતીમાં રાહત મળશે. શની જયંતીના દિવસે શનિદેવની પુજા.

આમ તો શનીદેવની પુજા વહેલી વહેલી સવારે અથવા સાંજના દિવસ અથમ્યા પછી વધારે શુભ રહે છે પરંતુ સોમવારે શની જયંતીના દિવસે આખો દિવસ શનિદેવની પુજા કરવી શુભ ફળ આપનાર બનશે. સૌ પ્રથમ સ્ત્રાન કરી અને નિત્યકર્મ તથા પુજા કરી શનીદેવના મંદિરે જવું. શનિદેવ પાસે તેલનો દિવો કરવો, અગરબતી કરવી ત્યાર બાદ શનિદેવ ને તેલ ચડાવવું, અળદના દાણા ચડાવવા, ધુપ દીપ અર્પણ કરવા, નૈવૈદ્યમાં અળદની વાનગી ધરાવી, કાળી દ્રાક્ષ પણ ધરી શકાય. આરતી કરવી.

શનિદેવની પૂજા કરતા સમયે આ શનિદેવના 10 નામો પણ બોલી શકાય છે

कोणस्थ, पिंगल, बभ्रु, कृष्ण, रौद्रान्तक, यम, सौरि, शनैश्चर, मंद और पिप्पलाद हैं।

આ પુજા કરતા સમયે ૐ શં શનૈશ્રુરાય નમ: મંત્ર ના જપ બોલતા રહેવા, પુજા પુર્ણ થયે આ મંત્રની માળા કરી શકાય છે. આ દિવસે દશરથકૃત શનીસત્રોતના પાઠ કરવા ઉત્તમ ફળ આપનાર, બનશે. જો આપના ગામ મા શનીદેવ નુ મંદિર ન હોય તો આ દિવસે હનુમાનજીની ઉપાસના – પુજા કરી શકાય છે.

શનિદેવે હનુમાનજીને વચન આપેલુ કે જે લોકો હનુમાનજીની પુજા ઉપાસના કરશે તેને હું નડીશ નહી. આથી આ દિવસે હનુમાનજીની પુજા પણ સાથે કરવી જોઈએ.

શનિદેવનું વાહન કાગડો છે અને કાગડાને સતર્ક પક્ષી માનવામાં આવે છે આથી જ ન્યાયના પ્રતીક સ્વરૂપે શનિદેવનું વાહન કાગડો છે

દાન : ખાસ કરીને શની જયંતીના દિવસે દાન કરવું પણ ન ઉત્તમ ફળ આપનાર બને છે આ દિવસે કાળો ધાબળો, કાળુ અથવા બ્લુ વર્ષ, સ્ટીલનું વાસણ, અળદ, પગરખા, કાળી છત્રી,તેલનું દાન કરવું જીવનમાં શાંતી મળશે.જે લોકોની જન્મકુંડળીમાં શની ચંદ્ર નો વિષયોગ હોય, શ્રાપિત દોષ હોય, સુર્ય શની નો વિષયોગ હોય, શનિ મંગળનો અંગારક યોગ હોય. , આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતીના દિવસે ઉપવાસ રહેવો. શનીદેવની પુજા કરવી, રાહત મળશે. સાથે હનુમાનજી ની પણ પૂજા કરવી

શની જયંતીના દિવસે –  શનિદેવની પૂજા કરવાથી ધંધા તથા જીવનની – મુસીબતો દુર થાય છે. હનુમાનજીની પુજા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે. દેવું હળવું થાય છે, 

પુરાણ ના આધારે જોઈએ તો રાજા વિક્રમાદિત્યને પણ શનીની પનોતી આવવાથી રાજગાદી છોડવી પડેલ, નળરાજાનું પતન થયેલ. રામ ભગવાને વનવાસ ભોગવેલો તથા રાવણ ઉપર શનીની દૅષ્ટી પડતા લંકાનો વિનાશ થયેલ, રાજા હરીચંદ્રના સ્ત્રી પુત્ર રાજપાટ વિયોગ થયેલ.

શની ગ્રહનો બીજ મંત્ર ૐ – ખાં ખીં ખોં સ : શનૈશ્વરાય નમઃ

શાસ્ત્રી રાજદીપ જોષી

Share Article

Other Articles

Previous

ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સ માટે ખાસ બજેટ! મલાયલમ અભિનેત્રી સાન્ડ્રા થોમસે ઇન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Next

તો તથ્ય પટેલને તાત્કાલિક સરેન્ડર કરવું પડશે…જાણો કયા કારણોસર તથ્યને અપાયા 4 દિવસના જામીન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
1 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
2 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
2 કલાક પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

આર્થિક વિકાસ અંગે શું થઈ આગાહી ? જુઓ
બિઝનેસ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરમાં તમામ ઉમેદવારોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે : સલામતીની ચુસ્ત વ્યવસ્થા
Breaking
1 વર્ષ પહેલા
રૂપિયા 46 હજાર કરોડના ગોટાળામાં ભૂષણ સ્ટીલના માલિક નીરજ સિંઘલને છોડી મૂકવા સુપ્રીમ કોર્ટે આદેશ આપીને કહ્યુ, નિયમ મુજબ ધરપકડ ન થઈ હોય તો આરોપીને છોડવો પડે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફરી ખેડૂતોની દિલ્હી કૂચમાં શું થયું ? પોલીસે શું કર્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર