શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ હો ના હો’ ફરી થિયેટરોમાં જોવા મળશે !! જાણો ક્યાં અને ક્યારે થશે રી-રીલીઝ
બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન અભિનીત રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા આ સપ્તાહના અંતમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ પહેલીવાર 28 નવેમ્બર 2003ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે સમયની સૌથી મોટી હિટ હતી, કારણ કે તેણે ભારતમાં 38.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઈમોશનલ સ્ટોરીને બોલિવૂડની બેસ્ટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. કલ હો ના હો હજુ પણ ઘણા દર્શકોની પ્રિય છે.
કલ હો ના હો સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે ?
આ ફિલ્મ 15 નવેમ્બર, 2024 ના રોજ સમગ્ર દેશમાં PVR થિયેટર અને INOX માં ફરીથી રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શન્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “લાલ અબ સબકે દિલ કા હાલ હૈ હોને વાલા કમાલ હૈ” #KalHoNaaHo @_PVRCinemas @INOXMovies પર 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે!”
કલ હો ના હોની રી-રીલીઝ તારીખ જાણ્યા પછી ચાહકોએ કેવી પ્રતિક્રિયા આપી ?
કલ હો ના હોની પુનઃ રિલીઝ વિશે સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા. એક યુઝરે લખ્યું કે, “મારું હૃદય જોરથી ધડકી રહ્યું છે… હું ઈમોશનલ સ્ટોરી ફરી જોઈશ.” અન્ય એક યુઝરે લખ્યું, “શાહરુખ ખાનની ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છું.” અન્ય એક યુઝરે લખ્યું કે, “21 વર્ષ પછી ફરીથી આ ફિલ્મ જોવાની મજા આવશે.”
શું છે ફિલ્મ કલ હો ના હોની વાર્તા
કલ હો ના હોમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા, સૈફ અલી ખાન, જયા બચ્ચન, ઝનક શુક્લા, સોનાલી બેન્દ્રે, ડેલનાઝ ઈરાની અને લિલેટ દુબે છે. તેનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને યશ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. તેના તમામ ગીતો ‘કલ હો ના હો’, ‘માહી વે’, ‘પ્રીટી વુમન’, ‘ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો’ અને ‘કુછ તો હુઆ હૈ’ હિટ છે.