ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ
અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના 51 વર્ષીય ડૉ. રિતેશ કલરા પર ગેરકાયદે ઓપિયોઇડ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાના અને મહિલા દર્દીઓ પાસેથી જાતીય સંબંધોની માંગણી કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. સિકોકસ, ન્યૂજર્સીના રહેવાસી આ તબીબની 18 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી,

કોર્ટ દસ્તાવેજો અનુસાર, ડૉ. કલરાએ યોગ્ય તબીબી કારણ ન હોવા છતાં જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 31,000થી વધુ ઓક્સિકોડોન (oxycodone) પ્રિસ્ક્રિપ્શન્સ લખ્યા હતા. કેટલાક દિવસોમાં તેમણે એક જ દિવસમાં 50થી વધુ પ્રિસ્ક્રિપ્શન્સ લખ્યા હતા, જે એક ગેરકાયદે “પિલ મિલ” ઓપરેશનનો ભાગ હોવાનું મનાય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપરાંત, ડૉ. કલરા પર જાતીય શોષણના ગંભીર આરોપો પણ લાગ્યા છે. એક મહિલા દર્દીએ ફરિયાદ કરી છે કે ડૉ. કલરાએ તેની સાથે ક્લિનિકમાં અનેક વખત બળજબરીથી જાતીય સંબંધો બાંધ્યા. જેમાં પ્રકૃતિ વિરુદ્ધના કૃત્ય ઉપરાંત અનેક વિકૃત મૈથુનનો પણ સમાવેશ થાય છે. અન્ય મહિલા દર્દીઓએ પણ સમાન આરોપો લગાવ્યા છે, જેમાં દવાઓના બદલામાં જાતીય શોષણનો ઉલ્લેખ છે. ડૉ. કલરાના ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ આ ફરિયાદોની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : પત્ની શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તો છૂટાછેડા થઈ શકે : મુંબઈ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું છે સમગ્ર મામલો
ડૉ. કલરા પર ન્યૂજર્સી મેડિકેડને છેતરવાનો પણ આરોપ છે. તેમણે એવી મુલાકાતો અને કાઉન્સેલિંગ સેશન્સ માટે બિલિંગ કર્યું જે ક્યારેય થયા ન હતા. એક કેસમાં, એક દર્દીને જેલમાં હોવા છતાં ઓપિયોઇડ પ્રિસ્ક્રિપ્શન્સ મળતા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ ડોક્ટર કલરાના ક્લિનિકને હોરર ક્લિનિક ગણાવ્યું હતું.
આ પણ વાંચો : અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો
‘ હોરર ક્લિનિક ‘ બંધ કરાવાયું ,એક મિલિયન ડોલરના દંડની જોગવાઈ
ડૉ. કલરા પર ત્રણ ગેરકાયદે ઓપિયોઇડ વિતરણ અંગે ટેન્ક અને આરોગ્યસંબંધી છેતરપિંડીના બે આરોપો લાગ્યા છે. તેમની પ્રથમ કોર્ટ હાજરી 18 જુલાઈ, 2025ના રોજ ન્યૂઆર્ક ફેડરલ કોર્ટમાં થઈ, જ્યાં તેમને 100,000 ડોલરના અનસિક્યોર્ડ બોન્ડ પર હોમ અરેસ્ટમાં મુક્ત કરવામાં આવ્યા. તેમની ફેર લૉન, ન્યૂજર્સીની ક્લિનિક બંધ કરવામાં આવી છે, અને તેમને તબીબી પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક ગેરકાયદે ઓપિયોઇડ વિતરણના આરોપ માટે મહત્તમ 20 વર્ષની જેલ અને 1 મિલિયન ડોલરનો દંડ, તેમજ આરોગ્યસંબંધી છેતરપિંડીના આરોપ માટે 10 વર્ષની જેલ અને 250,000 ડોલરનો દંડ થઈ શકે છે.