મહાકુંભથી પરત આવતા ગંભીર અકસ્માત : 4ના મોત, પ્રયાગરાજ- અયોધ્યા હાઇવે પર પુરપાટ ઝડપે દોડતી કાર ઘરમાં ઘૂસી
મહાકુંભથી પાછા આવતી વખતે અકસ્માતો વધી ગયા હતા. પ્રતાપગઢમાં પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર બુધવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ સ્પીડે દોડતી અનિયંત્રિત કાર એક ઘરમાં ઘૂસી જતાં ચાર યુવકોના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ ગંભીરરૂપે ઘવાયા હતા. આ દુર્ઘટનામાં ઘરની અંદર ઊંઘતાં દંપત્તિને ગંભીર ઈજાઓ થઈ હતી.
પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર મંગળવારે મોડી રાત્રે 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે, ગ્રામજનો અને પોલીસને કારમાં સવાર લોકોને બહાર કાઢવામા ભારે મુશ્કેલી પડી હતી. અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહિન્દ્રા ટીયુવી-300માં કુલ સાત લોકો સવાર હતા. તમામ ઝારખંડના નિવાસી છે. તમામ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન તકીને પરત ફરી રહ્યા હતાં.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો અને મૃતકોની ઓળખ કરીને એમના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
