RBI સહિત ૧૧ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની ક્યાંથી ધરપકડ કરી જુઓ
મુંબઈમાં RBI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી વડોદરા શહેર ખાતેથી 3 યુવકોની ધરપકડ કરી આરોપીઓના 04 દિવસના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પુછતાછ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે મુંબઈ એટીએસની ટીમે સર્ચ ઓપરેશનના ભાગરૂપે વડોદરામાં ધામા નાખ્યા છે. અને એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે રાખી ગુપ્તરાહે તપાસ હાથ ધરી છે.
ઈમેલ મારફતે RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમજ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમે વડોદરા શહેરની એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે રાખી વડોદરાના ચાર દરવાજાના અંદર આવેલ લાડવાડા વિસ્તારમાં મેમણ હોલની નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોઈ શકે તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું.