Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અનામત મુદ્દે સુપ્રિમ કોર્ટે શું કહ્યું જુઓ

Wed, February 7 2024
  • IAS, IPSના બાળકોને અનામત ક્વોટાનો લાભ ચાલુ રખાય?
  • અનામતનો લાભ કોને અને કેટલા સમય સુધી મળવો જોઈએ તે એક મુદ્દો છે

ભારતમાં અનામતનો લાભ કોને અને કેટલા સમય સુધી મળવો જોઈએ તે હંમેશાથી એક મુદ્દો રહ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે IAS, IPSનો હોદ્દો સંભાળતા લોકોના બાળકોને અનામત ક્વોટાનો લાભ મળવો જોઈએ કે નહીં? સુપ્રીમ કોર્ટે અન્ય એક કેસમાં એમ પણ કહ્યું છે કે જે લોકો અનામતનો લાભ લેવા માટે હકદાર હતા અને અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે તેમણે હવે આ કેટેગરીમાંથી નીકળી જવું જોઈએ અને બીજા પછાત લોકો માટે માર્ગ મોકળો કરવો જોઈએ.

રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિમાં પેટાવર્ગીકરણ કરવાનો અધિકાર છે કે નહીં તે વિશે સુપ્રીમ કોર્ટના 5 જજની બંધારણીય બેન્ચે સમીક્ષા શરૂ કરી છે.

આ મામલો પંજાબનો છે જ્યાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે મુખ્યમંત્રી અમરિંદર સિંહે વાલ્મિકી અને મઝહબી (શીખ)ને મહા દલિતમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમરિંદર સિંહે 50 ટકા સરકારી નોકરીઓ પંજાબ શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ બેકવર્ડ ક્લાસ એક્ટ 2006 હેઠળ આપવાની યોજના બનાવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ ચાલને ફગાવી દેતા રાજ્ય સરકારે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવાઈએ પેઢી દર પેઢી રિઝર્વેશનનો લાભ આપવા સામે સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ગવાઈ પોતે એક દલિત છે. તેમણે કહ્યું કે જે લોકોએ આઈએએસ અથવા આઈપીએસ જેવી ટોચની પોઝિશન સંભાળી હોય તેમના સંતાનોને અનામતનો લાભ આપવો જોઈએ કે કેમ? અનામતની પોલિસી કેટલી જરૂરી છે અને તે કેટલા સમય સુધી હોવી જોઈએ તે એક સવાલ છે.

તેના જવાબમાં પંજાબ સરકારે કહ્યું છે કે જેમણે સરકારમાં ટોચની પોઝિશન સંભાળી હોય તેમને દરેક પેઢીમાં અનામતનો લાભ મળવો ન જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચ એ બાબતની ચકાસણી કરશે કે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીની જેમ એસસી અને એસટી કેટેગરીમાં પેટાવર્ગીકરણને મંજૂરી આપી શકાય કે કેમ અને આમ કરવા માટે રાજ્યની વિધાનસભા પાસે સત્તા છે કે નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે શું અનામતનો લાભ આપવા માટે રાજ્ય પાસે પછાત વર્ગના લોકોને ઓળખવાની સત્તા છે કે નહીં.

આ કેસમાં સૌથી મહત્ત્વની ટિપ્પણી એવી કરવામાં આવી હતી કે જે લોકોએ ઘણા સમયથી અનામતનો લાભ મેળવ્યો છે, તેમણે હવે આ લાભ જતો કરવો જોઈએ અને તેનાથી વધારે પછાત લોકો માટે રસ્તો ખોલવો જોઈએ.

Share Article

Other Articles

Previous

એનસીપી હાથમાંથી સરકી ગયા બાદ શરદ પવારે ચૂંટણી પંચને મોકલ્યા ત્રણ નવા નામ

Next

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન…જુઓ શું કહ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
11 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
11 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
12 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

રોહિત શર્માની ટેસ્ટ ઇનિંગ્સનો અંત !! સુનીલ ગાવસ્કર સહિત ત્રણ દિગ્ગજોએ કરી ભવિષ્યવાણી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
GPSCની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટ નારાજ, વાંચો શું કર્યું
Breaking
1 વર્ષ પહેલા
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં કાજુ ફસાતા પોણા બે વર્ષની બાળકીનું મોત
ક્રાઇમ
11 મહિના પહેલા
રાજકોટમાં યોજાયો અંગદાન સંકલ્પ કાર્યક્રમ…જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર