ગુજરાતના આ જિલ્લામાં દીપડાએ શું કર્યું જુઓ, ઘણા સમયથી લોકોમાં ફફડાટ છે
ગુજરાતમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે સવારના સુમારે અચાનક જ દીપડાએ સંતરામપુર તાલુકાનાં ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર હુમલો કરતા મહિલા દોડીને પશુ બાંધેલી જગ્યા પર જતી રહી હતી. ત્યારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાને મોઢા તેમજ કપાળનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે મહિલાએ બુમાબુમ કરતા ઘરનાં સભ્યો તેમજ સ્થાનિકો આવી જતા દીપડો ફરાર થઈ જવા પામ્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલ ખસેડાઈ હતી.
ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી
આ બાબતે ગ્રામજનો દ્વારા સંતરામપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટનાં કર્મચારીઓ ઘટનાં સ્થળે તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. ફોરેસ્ટનાં કર્મચારીઓ દ્વારા દીપડો જે દિશામાં ગયો હતો. તે તરફ તપાસ હાથ ધરી હતી.