સંરક્ષણ બજેટમાં કર્યો કેટલો વધારો જુઓ ..
નાણામંત્રીએ દેશની ટાકાંતમાં અદભૂત વધારો કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સરક્ષણને વધુ પ્રભાવક બનાવવાની જાહેરાત કરી હતી. એમએન એવી જાહેરાત કરી હતી કે સંરક્ષણ બજેટનું કદ રૂપિયા 6.20 લાખ કરોડ કરવામાં આવ્યું છે અને તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અત્યારે ભારત દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી મિલીટરી છે.
પાછલા વર્ષ કરતાં બજેટમાં 3.4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2023-24 માટેનું રક્ષા બજેટ 6.02 લાખ કરોડ હતું. જે પાછલા નાણાકીય વર્ષની તુલનામાં 13 ટકા વધુ હતું. આ વખતે પણ તોતિંગ વધારો જાહેર કર્યો હતો. દેશની રક્ષાના મામલામાં હવે ખાનગી કંપનીઓને વધુ તક આપવામાં આવશે કારણ કે બધી જ ટેકનોલોજી દેશમાં ખાનગી કંપનીઓ પાસે પૂરતા પ્રમાણમાં છે.
વૈજ્ઞાનિક પ્રગતિ તરફ આગળ જવા માટે મોટું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. વિજ્ઞાનને રક્ષા સાથે જોડીને દેશને વધુ તકાતવાન બનાવવામાં આવશે. સરકારની એવી ગણતરી છે કે દેશની સુરક્ષામાં ઉપયોગમાં આવતા બધા જ હથિયારો ટેકનોલોજી અને યંત્ર બધુ જ દેશમાં બને .
નિર્મલાએ એવી માહિતી પણ આપી હતી કે છેલ્લા 10 વર્ષોમાં દુનિયામાં ભારતની ધાક વધી છે. ગ્લોબલ ફાયર પાવર મિલીટરી રેન્કીંગમાં ભારતને 4 થુ સ્થાન મળ્યું છે.