24 કલાકમાં અમેરીકામાં અંધાધૂંધ ફાયરીંગનો બીજો બનાવ : નાઈટ કલબમાં ગોળીબાર થતા 11 લોકો થયા ઘાયલ
હજુ તો ગઈકાલે જ અમેરીકામા આતંકી હુમલો થયો હતો ત્યારે આજે અમેરિકા પર ફરી એકવાર હુમલો થયો છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી. જ્યારે ગઇકાલે ન્યૂ ઓર્લિયન્સમાં એક ઝડપી ટ્રકે લોકોને કચડી નાખ્યા, જેમાં 15 લોકો ઘાયલ થયા. થોડા કલાકો પછી, લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો. આ ઘટનાઓના 24 કલાકમાં આ ત્રીજી ઘટના બની છે.
આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાના વીડિયોમાં નાઈટ ક્લબની બહાર મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સ જોઈ શકાય છે. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી વધુ ઉર્જાવાળા નાઇટ સ્પોટ પૈકી એક ગણવામાં આવે છે.
નવા વર્ષની લોહિયાળ શરૂઆત
અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો જેમાં તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.