સિંધિયાનો પ્રિયંકા ગાંધી પર વળતો હુમલો , જોયું મારુ કદ ?
મધ્ય પ્રદેશના રાજ ઘરાનાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચૂટણીના પરિણામો બહાર આવ્યા બાદ અને ભાજપને રાજ્યમાં જોરદાર સફળતા મળ્યા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પર વળતો હુમલો કર્યો હતો.
સિંધિયાએ પ્રિયંકાનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક લોકોએ મારા કદ પર કટાક્ષ કર્યા હતા પણ જનતાએ બતાવી દીધું મારુ કદ કેવડું છે. પ્રિયંકાએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે સિંધિયાની હાઇટ નાની છે પણ તેનો અહંકાર મોટો છે.