ભુઈમાની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાનજાથા : નડતર દૂર કરવાનાં નામે વર્ષોથી નાણાં ખંખેરતી ભુઈનો ભાંડો ફૂટ્યો
વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભુતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી રતી ભઈ ભાવના ધીરૂભાઈ મકવાણાના ઘતિગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1267મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈ ભાવના પતિ ધીરૂ કાળાએ કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. વિજ્ઞાન જાથાએ 1267મો માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના ?
ગોકુલધામ પાસેના કવાર્ટરમાં સાસુ મંજુલાબેન રામભાઈ લોખિલના ઘરે જેપુરની ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણા આવી સવારથી પીડિતાને નડતર દૂર કરવા વિધિ-વિધાન માટે આવ્યા હતા. બાજોઠમાં સ્થાપન, ધાર્મિક વિવિ રાખવામાં આવી હતી. પતિ નિર્મળે કહ્યું રાધિકાને નડતર કાઢવા માટે ભુઈ દંપતિ બોલાવે છે. એક ભુવાએ બાથરૂમમાં પીડિતાને સ્નાન નવડાવાની વિધિ કરી હતી. પીડિતા ના પાડતી છતાં સાસુ-નણંદ મીરા જબરદસ્તી કરતી હતી.
પીડીતાએ કહ્યું કે, કાર્યાલયનો સંપર્ક કરી પોતાની આપવિતી જણાવી હતી. પાંચ વર્ષથી હેરાન-પરેશાન છું. ભુવાઓની વિધિથી થાકી ગઈ છું. મદદની માંગણી કરી અત્યારે ભભુતી પીવડાવવા વારંવાર મોબાઈલ આવે છે. માનસિક પાકી ગઈ છું. પીડિતા દસ હજારની નોકરી કરે છે. ઘરમાં નાનું બાળક છે. પતિ નિર્મળ કમાતો નથી. ઘરનું ગુજરાન ચલાવું છું. સાસુ-નંણદે માર માર્યો છે. પીડિતાએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર અપનાવતું નથી. આપથાત સિવાય રસ્તો નથી. સાસરા પક્ષના અતિ ત્રાસ આપે છે. નિર્દોષ છું કાયમી છુટકારાની વાત કરી હતી. પીડિતાએ તાત્કાલિક મદદ માંગતા જાથાએ જરૂરી આધાર પુરાવા મેળવી લીધા હતા.
વિજ્ઞાન જાથાએ ભુઈમાની કપટલીલા કરાવી બંધ
જાથાના જયંત પંડયા સાથે રોનિત રાજદેવ, મિનેષ જીવાણી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ સ્થાનિક સભ્યો પો. સ્ટેશને પહોંચી ગયા. ત્યાં પિડીતા રાધિકા હાજર હતી. તેમની પાસે રૂબરૂમાં હકિકત જાણી ભુઈ ભાવના પાસે મોકલી દીધી. ત્યાં ભુઈ દંપતિએ વિધિ-વિધાન શરૂ કરી દીધા. સાસુ મંજુલા મોટેમોટેથી અવાજો કરી દબાવતી હતી જાથા મોબાઈલમાં સાંભળતું હતું. ભભુતી પિવડાવવાની વાત કરતાં જાથાની ટીમ અને પોલીસ સ્ટાફ મંજુલાના ઘરે ત્રાટકયો. હાજર સૌ અવાચક થઈ ગયા. ભુઈ દંપતિ પરિસ્થિતિ પામી ગયા.
જાથાએ પરિચય આપી ભભુતી રોગ મટાડવા, ભ્રમમાં નાખવું કાયદામાં ગુન્હો બને છે. ભુઈને ગાડીમાં બેસાડી દીધા. વારંવાર માફી માંગી દશામાની ભુઈ છું. ભભુતીથી રોગ મટે છે. મારા ઘરે મહિનામાં હજારો માણસો આવે છે તેવી વાત કરી, પોલીસ સ્ટેશને પહોંચી ગયા.
જાથાના ચેરમેન જયંત પંડયાએ ભુઈ દંપતિ-પિડીતાને પો.ઈન્સ. દેસાઈ પાસે લઈ જવામાં આવ્યા. તેમણે કાયદાની વાત કરી. ગુન્હાની વાત કરતાં ભુઈ દંપતિ ભાંગી પડયું. ભુઈ માથાભારે હોય તેવી રીતે પોલીસ સ્ટેશનમાં પીડિતાને ધમકી આપી દીધી હતી. તુરંત હાજર પોલીસ કર્મીએ કાયદાની વાત કરતાં બંને પગે પડી ગયા હતા. માફી માંગતા અરજી કરી ન હતી. કબુલાતનામું આપવા તૈયાર થઈ ગયા હતા.