15 મીટરથી ઓછી હાઈટ ધરાવતી શાળા-કોલેજોને NOC માંથી રાહત મળશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફાયર NOCને લઈને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની અમલવારી ગુજરાતમાં થાય એ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળએ કવાયત હાથ ધરી છે,હવે આ બાબતે સરકારમાં રજુઆત કરશે જો આ નિર્ણયની અમલવારી થાય તો રાજકોટ સહિત રાજ્યભરની સ્કૂલો અને કોલેજોને ફાયદો થશે અને 15 મીટરથી ઓછી ઊંચાઈવાળી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOCમાંથી મુક્તિ મળી શકે તેમ છે.
આ પણ વાંચો : ગુનેગારો લંગડા ચાલે, હાથ જોડે,માફી માંગે પરંતુ ગુના કરતાં જ ખચકાય એવી પોલીસની ધાક ક્યારે બનશે?
આંધ્ર પ્રદેશ કોર્ટમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક જુપલ્લી રેડી દ્વારા ફાયર NOCને લઈને કેસ કરવામાં આવ્યો હતો જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા 10 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ઈમારતો પર કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્રીય મકાન સંહિતા 2016 મુજબ ફાયર વિભાગ NOCમેળવવાની જરૂરત નથી.
આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન : ઓલરાઉન્ડર ગુજરાતી ખેલાડી બન્યો વાઇસ કેપ્ટન,અમદાવાદમાં આ તારીખથી રમાશે પ્રથમ મેચ
સરકાર દ્વારા હજુ આ બાબતે પરિપત્ર થયો નથી ત્યારે ગુજરાતમાં આ નિર્ણય અમલમાં આવે તો ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ એક લાખ જેટલી સ્કૂલો અને કોલેજોને ફાયદો થશે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશ કાનગડે આ બાબતે કહ્યું હતું કે, જીડીસીઆરના નિયમ મુજબ 9 મીટર થી વધારે ઊંચાઈ ધરાવતી સ્કૂલોને ફાયર NOC લેવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટએ આ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે,15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓનું બિલ્ડીંગ હોય તો જ ફાયર NOC લેવું ફરજિયાત છે, સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે જેને આવકારતા તેમણે કહ્યું હતું કે, 98 ટકા શાળાઓમાં ફાયરોના સાધનો છે પરંતુ 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળા કોલેજોને ફાયર NOCમાંથી મુક્તિ મળે તો મોટી રાહત થશે.
