Sambhal Masjid Violence : સંભલમાં હિંસા બાદ શું થઈ રહ્યા છે રાજકીય નાટક ? શું થયું ? વાંચો
યુપીના સંભલમાં સ્થિતિ હજુ થાળે પડી નથી અને હવે હિંસા બાદ રાજકીય નાટકો અને તમાશા શરૂ થયા છે. સંભલ જવા માંગતા સપાના નેતાઓને પોલીસે અટકાવી દીધા હતા અને કેટલાક નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા. પોલીસે રાજ્ય સરકારની સૂચનાથી નેતાઓને રોક્યા હતા.
પોલીસ કમિશનર દ્વારા મીડિયાને એવી માહિતી અપાઈ હતી કે નેતાઓ અને સામાજિક સંગઠનોને 10 મી ડિસેમ્બર સુધી સંભલ જવા પર રોક લગાવાઈ છે અને નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. શહેરમાં હજુ પણ મજબૂત જાપ્તો ગોઠવાયેલો છે અને શાંતિ બનાવી રાખવા માટે રાજ્ય સરકારે કેટલાક આદેશો આપ્યા છે.
શનિવારે સપાનું પ્રતિનિધિમંડળ સંભલ જવા નીકળ્યું હતું પણ પોલીસે એમને રોકી દીધા હતા અને ઉપરથી આદેશ છે તેમ જણાવ્યું હતું. આમ છતાં સપાના નેતાઓ જીદ પર રહ્યા હતા અને અમે જઈને જ રહેશું તેમ કહ્યું હતું અને તેઓ ધરણાં પર બેસીને વિરોધ કરવા લાગ્યા હતા.
માત્ર નેતાઓ જ નહીં પણ સામાજિક સંગઠનોને પણ 10 મી ડિસેમ્બર સુધી સંભલ નહીં જવા દેવાની સૂચના પોલીસ અને કલેકટર તથા કમિશનરને અપાઈ હોવાનું બહાર આવ્યું હતું.