જનતા જનાર્દનને નમન: વડાપ્રધાન મોદી
ત્રણ રાજ્યના લોકોએ સુશાસન અને વિકાસ ભરોસો દર્શાવ્યો
વિધાનસભાની ચુંટણીના પરિણામમા ભાજપને લોકોએ ત્રણ રાજ્યમાં જીત અપાવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરી હતી અને ટ્વિટ કરીને એમણે કહ્યું હતું કે, જનતાએ સુશાસન અને વિકાસ પર ભરોસો દર્શાવ્યો છે. હું જનતા જનાર્દનને નમન કરું છું.
વડાપ્રધાને એમ પણ લખ્યું હતું કે, જનતાએ ભાજપ પર જ ભરોસો દર્શાવ્યો છે અને અમારા પર જનતાએ પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવ્યા છે. બધા જ લોકો એટલે કે, મારા પરિવારજનો, માતા-બહેનો અને દીકરીઓ તથા યુવા મતદારોનો હું હ્ર્દયથી ધન્યવાદ કરું છું અને સાથે એવો વિશ્વાસ પણ આપું છું કે, તમારા કલ્યાણ માટે અમે સતત પરિશ્રમ કરતાં રહીશું. એમણે પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.