આહિરાણીઓએ મારા ઓવારણા લીધા તે બદલ તેમને પ્રણામ : મોદી
નરેન્દ્ર મોદીએ સભાને જાહેરસભાની શરૂઆતમાં જ આહીર જ્ઞાતિની મહિલાઓને યાદ કરી હતી. તેમને સભાને સંબોધતી વખતે જણાવ્યું હતું કે, આહિરાણીઓએ મારા જે ઓવારણા લીધા તેનો પ્રણામ કરીને આભાર માનું છું. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં દ્વારકામાં 37 હજાર આહિરાણી એક સાથે ગરબા રમી હતી. તેઓ જ્યારે ગરબા કરતા હતા ત્યારે આછામાં આછું 25 હજાર કીલો સોનું તેમના શરીર પર હતું.
તેમણે કહ્યું કે, આ જ સૌરાષ્ટ્રની ભવ્યતા છે.દેશના જુદા જુદા ભાગના અનેક લોકોએ આ રાસ નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, દ્વારકાના લોકોએ સ્વચ્છતાનું જે અભિયાન શરૂ કર્યું છે. હવે દ્વારકાને ગંદુ થવા નહીં દઇએ.વિદેશના લોકો અને શ્રદ્ધાળુઓ અહીં આવે ત્યારે તેઓ સ્વચ્છતા જોશે તો મોહી જશે.