નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
રાજકોટ શહેરના બસ સ્ટેન્ડ સ્ટેશન પાછળ આવેલી હોટેલમાં સગી જનેતાએ માસૂમ પુત્રની નજર સામે પ્રેમી સાથે શરીર સુખ માણ્યું અને પ્રેમીએ બાળક સાથે અભદ્ર શારીરિક છેડછાડ કરી હતી જે બાબતે બાળકે માતાને ફરિયાદ કરતાં ઉલ્ટાની માતાએ પ્રેમી સાથે મળી બાળકને કને જો કંઈ બોલીસ તો માર મારશે’ તેવી ધમકી આપ્યાના આરોપ સાથેની પોલીસ ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. બાળકના પિતાએ ભાવનગરમાં ઝીરો નંબરથી નોંધાવેલી પોલીસ ફરિયાદ ટ્રાન્સફર થઈને અત્રેના રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી છે જેના આધારે પોલીસે સમગ્ર આરોપમાં સત્ય શું છે તે ચકાસવા માટે તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદને લઈને જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા દંપતી વચ્ચે ખટરાગ થતાં બે વર્ષથી અલગ થયા હતા અને એ સમયથી નવ વર્ષનો માસૂમ પુત્ર તેની માતા સાથે રહેતો હતો. જ્યારે ચાલ્યો ગયો પિતા તેના માસૂમ પુત્રને મળવા આવ્યા હતા ત્યારે તેની સાથે લઈ ગયો હતો અને એ સમયે પુત્રએ પિતાને તેની માતા કોઈ વ્યક્તિ સાથે અવારનવાર જતી હોવાનું અને તે વ્યક્તિ ઘરે પણ આવતો હોવાનું જણાવ્યું હતું. માતા પોતાને એકલો મુકીને એ વ્યક્તિ સાથે બહાર નીકળી જાય છે અને મોડીરાત્રે પરત આવતી હોવાની ફરિયાદ પણ કરી હતી.
આ પણ વાંચો : જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
નવ વર્ષના બાળકની સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
આ ઉપરાંત એક દિવસ રાજકોટમાં બસ સ્ટેશન પાછળ આવેલી સિટી ઈન હોટેલમાં બાળકને તેની માતા લઈ ગઈ હતી ત્યાં એ વ્યક્તિ (બાળકની માતાનો પ્રેમી) હાજર હતો. નવ વર્ષના બાળકની સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું હતું. આ દૃશ્ય બાળકે નિહાળ્યા હતા. ત્યારબાદ બાળકની માતા વોશરૂમમાં ગઈ હતી એ સમયે માતાના પ્રેમીએ બાળકના ગુપ્ત ભાગ સાથે છેડછાડ કરી હતી. અભદ્ર શારીરિક કુચેષ્ટા કરી હતી. આ સમગ્ર કથની બાળકે તેની માતાને વર્ણવી હતી. માતાએ ઉલ્ટાનો પ્રેમીનો પક્ષ લઈ બન્નેએ મળીને બાળકને આવું કશું થયું જ નથી તેવું કહીને કોઈને ન કહેવા કહીશ તો મારશું જેવા શબ્દો ઉચ્ચારીને ધમકાવ્યો હતો.
પુત્રએ વર્ણવેલી વાતને લઈને તેના પિતાએ ભાવનગર પોલીસ મથકમાં ઝીરો નંબરથી હરિયાદ આપી હતી જે ફરિયાદ રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા હાલના તબકકે પોલીસે મિતરાજ નામનો શખસ અને બાળકની માતા સામે પોસ્કો, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસનીશ PSI મહંતના જણાવ્યા મુજબ ઝીરો નંબરથી ફરિયાદ મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદીનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે જેમાં તેણે ક્યારે બન્યું, કેવી રીતે બન્યું તે વિશે ચોક્કસ ખુલાસો કર્યો નથી.
જે હોટલનું નામ આપવામાં આવ્યું છે ત્યાં એન્ટ્રી રજિસ્ટ્રેશન ચકાસવામાં અને સીસીટીવી ચેક કરવામાં આવતા પ્રાથમિક તબક્કે આવા કોઈ વ્યક્તિઓ આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. આમ છતાં હવે જેના પર આરોપ મુકાયો છે તે બન્નેને બોલાવીને પૂછપરછ હાથ ધરી કરિયાદના આરોપ-આક્ષેપો અંગે દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે કાર્યવાહી કરાશે.
