બદનક્ષીભર્યું લખાણ લખનાર પત્રકારો ઉપર 100 કરોડની માનહાનીનો દાવો
પરિમલ નથવાણીની કાર્યવાહી કોર્ટે 48 કલાકમાં સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટ ઉતારી લેવા આપ્યો આદેશ
અખબાર, ટીવી કે સોશિયલ મીડિયામાં કોઈની બદનામી થાય એવું લખાણ લખીને પછી તેના આધારે બ્લેકમેઈલ કરવાના ગોરખધંધા ચાલી રહ્યા છે અને આવા લોકો સામે હવે લોકો જાગૃત બનીને બહાર આવી રહ્યા છે. એક કિસ્સામાં રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેટલાક પત્રકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે રૂ.100 કરોડનો માનહાનિનો દાવો કરાયો છે. કોર્ટે આ મામલામાં સંબંધિતોને નોટીસ ઇસ્યુ કરીને આગામી 48 કલાકમાં સોશિયલ મીડિયામાંથી આ ક્નટેન્ટ દુર કરવા આદેશ આપ્યો છે.
આ વિશે પરમિલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, મેં દાખલ કરેલા 100 કરોડના માનહાનિના કેસમાં, માનનીય કોર્ટે 48 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મારા વિરુદ્ધની બધી માનહાનિકારક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. મેં સનાતન સત્ય ન્યૂઝ, સંજય છેત્રીયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઽ બન્ની ગજેરા સામે મારા વિશે ખોટી અને માનહાનિકારક સામગ્રી ફેલાવવા બદલ 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
તેમણે કહ્યું કે, માનનીય કોર્ટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા. કોર્ટે મારા વિરુદ્ધની બધી માનહાનિકારક પોસ્ટ તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો અને મને વચગાળાનું રક્ષણ આપ્યું. હું મારી પ્રામાણિકતા જાળવવા માટે પ્રતિબદ્ધ છું અને પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવા નહીં દઉં. સત્ય માટે ઊભા રહેવામાં મને ટેકો આપનારા દરેકનો હું ખૂબ ખૂબ આભારી છું.
રાજકોટમાં પણ વોઇસ ઓફ ડે'ની ઝુંબેશના પડઘાની શરૂઆત વોઈસ ઓફ ડે’ અખબારે મીડિયા જગતના માફિયા સામે બિન્દાસ્ત લખીને જે સમાજસેવાનું કામ કર્યું છે તેની સરાહના થઇ રહી છે. એટલું જ નહી હવે પીડિત લોકો િંહમત કરીને સામે આવી રહ્યા છે. પોલીસમાં આવા પીળા પત્રકારિત્વ સામે ફરિયાદ કરવાની શરૂઆત થઇ ગઈ છે. પોલીસમાં અત્યારે તાજેતાજી ત્રણથી ચાર અરજી આવી છે અને આ અરજીમાં ક્યા પત્રકારે કેવી રીતે તોડ કરવાનો કોશિશ કરી અથવા તોડ કર્યો તેની સિલસિલાબદ્ધ વિગતો લખેલી છે. પોલીસ આ ફરિયાદના આધારે ગુનો નોંધવાની તૈયારી પણ કરી રહી છે.
આવા મીડિયાના માફિયા પોલીસ- સરકારના રડારમાં
મીડિયા જગતમાં કેટલો સડો પેસી ગયો છે તે હવે બધાને ખબર પડી ગઈ છે અને સારા સારા લોકો મીડિયાથી દુર રહેવા લાગ્યા છે. આવી સ્થિતિમાં સારું અને સાચુ પત્રકારિત્વ કરનારા અખબારો અને પત્રકારોએ સહન કરવું પડે છે. બીજી બાજુ મીડીયાના મગરમચ્છો હવે પોલીસ તંત્ર અને સરકારના રડારમાં આવી ગયા છે. એવું જાણવા મળે છે કે સરકારે ચોક્કસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપી છે અને આવી કોઈ નાની મોટી ફરિયાદ આવે તો ધ્યાનમાં મુકવા પણ જણાવ્યું છે.
