રોહિત-કોહલી-બુમરાહ-જાડેજાને લાગશે મોટો ઝટકો: BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે, અનેકના પગારમાં કરોડોનો ઘટાડો શક્ય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારીમાં છે. બોર્ડ પોતાની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાંથી એ-પ્લસ કેટેગરીને હટાવી શકે છે. આ શ્રેણીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને રાખવામાં આવ્યા હતા.
ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા કોહલી અને રોહિતને એક દશકા કરતા વધુ સમય બાદ પહેલીવાર `બી’ કેટેગરીમાં રાખવામાં આવી શકે છે. અજીત અગરકરના વડપણ હેઠળની પસંદગી સમિતિ દ્વારા અપાયેલા પ્રસ્તાવ પ્રમાણે હાલની ચાર સ્તરીય પ્રણાલીની જગ્યાએ માત્ર ત્રણ શ્રેણી એ, બી અને સીમાં બદલવાની ભલામણ છે.
આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડ સામે હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા: હાર્દિક, બુમરાહની વાપસીઃ સાંજે 7.00 વાગ્યાથી મુકાબલો શરૂ
એ+ શ્રેણીમાં સૌથી વધુ સાત કરોડ રૂપિયા ફી મળતી હતી. આ કેટેગરીમાં રોહિત, કોહલી, બુમરાહ અને જાડેજા સામેલ હતા. એપ્રિલ-2025માં જાહેર કરાયેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગે્રડ એ+માં કોહલી, રોહિત, બુમરાહ અને રવિન્દ્ર સામેલ હતા. જ્યારે ગ્રેડ-Aમાં મોહમ્મદ સિરાજ, કે.એલ.રાહુલ, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને પંતની પસંદગી કરાઈ હતી. ગ્રેડ-Bમાં સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ તેમજ શ્રેયસ અય્યર સમાવિષ્ટ હતા. ગ્રેડ-Cમાં 19 ખેલાડી સામેલ હતા તેમાંથી મહત્તમ ખેલાડી માત્ર એક જ ફોર્મેટ રમતા હતા જેમાં વરુણ ચક્રવર્તી, સંજૂ સેમસન, ઋતુરાજ ગાયકવાડ સહિતના ખેલાડીઓ હતા.
