RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી : નવી લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ, 11 એમ્બ્યુલન્સ ખરીદી સહિતની 66 દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં અલગ-અલગ 70 દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે અને 66 દરખાસ્તને મંજુર કરવામાં આવી છે જયારે 4 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. ધ્યાનાકર્ષક દરખાસ્તોમાં નવી લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી, આરોગ્ય સેન્ટર, વોર્ડ ઓફિસ સહિતનો સમાવેશ થાય છે.
આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં 101 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઇ હતી. નવી લાઈબ્રેરીની વાત કરવામાં આવે તો તે કણકોટ રોડ પર અક્ષર પ્રાઈમ પાસે 15.98 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. અહીં પાર્કિંગ માટે લોઅર બેઝમેન્ટ, અપર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર રિક્રિએશન રૂમ, યોગા મેડિટેશન રૂમ, વેઈટિંગ એરિયા, ફર્સ્ટ ફ્લોર પર સ્ટાફ રૂમ, ઓફિસ, બાળકો માટે લાઈબ્રેરી, સીનિયર સિટીઝન માટે રીડિંગ રૂમ તેમજ કોન્ફરન્સ રૂમ, સેકન્ડ ફ્લોર પર બુક સેક્શન તેમજ ધો. 10 અને ધો.12ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સીટિંગ એરિયા, થર્ડ ફ્લોયર પર સ્પર્ધાત્મક તેમજ અન્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે અલગ-અલગ રીડિંગ રૂમ સહિતની સુવિધા ઉપરાંત લિફ્ટ, સીસીટીવી, ફાયર સિસ્ટમ સહિતની સુવિધા ઉભી જે ફ્લોર સાત અને પહેલાં માળે સાત મળી કુલ 14 દુકાન-શો-રૂમ પણ બનશે. આ લાયબ્રેરી પાછળ 15.98 કરોડ રૂપિયા જેવો ખર્ચનો અંદાજ છે જે કરવા માટે પટેલ કન્સ્ટ્રક્શન એન્ડ કંપનીએ 9.11% ઓછા ભાવ આપતાં તેને કામ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજુર કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટના અટલ સરોવર નજીક 45 એકર જગ્યામાં બનશે કન્વેન્શન સેન્ટર : દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી

આ 4 દરખાસ્ત વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ


વધુમાં આજે મળેલી બેઠકમાં ફાયર શાખા માટે 5 એસી અને છ નોનએસી એમ્બ્યુલન્સ ખરીદવાની દરખાસ્તને મંજૂર રખાઈ હતી. આ સિવાય શિતલપાર્ક પાસે આવેલ અવંતિકાપાર્ક નજીક 21.43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ કવાર્ટસ બનશે. વધુમાં વોર્ડ નં.12માં આરોગ્ય સેન્ટર તેમજ વોર્ડ ઓફીસના કામ 6.92 કરોડ મંજૂર કરાયા હતા.